Cyclone Michaung: ભર શિયાળે દેશના આ ભાગમાં આવ્યું પૂર, ચક્રવાતને કારણે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ
બંગાળની ખાડી ઉપર ઉછળતું ચક્રવાત મિચોંગ મંગળવારે બપોરે આંધ્રપ્રદેશના વેલ્લોર અને માછલીપટ્ટનમમાં ત્રાટકે તેવી સંભાવના છે. આ દરમિયાન 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
Cyclone Michaung: ચક્રવાત મિચોંગ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુમાં ત્રાટકે તેવી શક્યતા છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને, પુડુચેરીના જિલ્લા મેજિસ્ટ્રેટે દરિયાઈ વિસ્તારોની આસપાસ કલમ 144 લાગુ કરી છે. જિલ્લા અધિકારીએ લોકોને 3 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યાથી 5 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યા સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા સૂચના આપી છે. આ સૂચનાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ નિર્દેશનું ઉલ્લંઘન કરનારને દંડ અથવા છ મહિનાની જેલની સજા કરવામાં આવશે. હવામાન વિભાગે શુક્રવારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના ઉત્તર તટીય વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં 3 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.
View this post on Instagram
ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં પાણી ભરાયા છે
બંગાળની ખાડી ઉપર ઉછળતા ચક્રવાત મિચોંગ મંગળવારે બપોરે આંધ્રપ્રદેશના વેલ્લોર અને માછલીપટ્ટનમમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન લાવશે તેવી સંભાવના છે. આ ચક્રવાતી તોફાન હાલમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પાસે વધી રહ્યું છે.
#WATCH | Tamil Nadu: Amid severe water logging due to heavy rainfall in Chennai city, Thillai Ganga Nagar Subway in Alandur has been closed. pic.twitter.com/jnQYVuJ9a1
— ANI (@ANI) December 4, 2023
ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં પાણી ભરાઈ ગયા હતા. આ કારણે અલંદુરનો થિલાઈ ગંગા નગર સબવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે પવન અને ભારે વરસાદ વચ્ચે કનાથુર વિસ્તારમાં એક નિર્માણાધીન દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં બેના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
#WATCH | Tamil Nadu | Amid heavy rainfall accompanied by gusty winds, a newly constructed wall collapsed in the Kanathur area, East Coastal Road, Chennai, this morning. Two people died and one was critically injured in this incident. The deceased are residents of Jharkhand.… pic.twitter.com/smFC6i69Sz
— ANI (@ANI) December 4, 2023
ચેન્નાઈના પ્રાદેશિક હવામાન વિભાગના નિર્દેશક બાલાચંદ્રને કહ્યું, 'ચક્રવાત મિચોંગ ઉત્તર-પૂર્વ અને પૂર્વી ચેન્નાઈથી માત્ર 100 કિમી દૂર છે. છેલ્લા છ કલાકમાં તેની ઝડપ વધીને 10 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. ચક્રવાતી તોફાન સાંજે 4 વાગ્યા સુધીમાં નેલ્લોર અને માછલીપટ્ટનમ પહોંચે તેવી શક્યતા છે. ચેન્નાઈમાં આજે સાંજ સુધી ભારે વરસાદ અને તેજ પવનની સંભાવના છે.
ચક્રવાત મિચોંગને જોતા ચેન્નઈ સેન્ટ્રલે 11 ટ્રેનો રદ કરી છે. ભારે વરસાદને કારણે વ્યાસપાડી અને બેસિન બ્રિજ નંબર 14 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર ગયું છે.
IMD અનુસાર, ઉત્તરી તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે, તેથી સામાન્ય લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે ચક્રવાત મિચોંગ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.