શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં તબાહી મચાવીને નીકળ્યુ નિસર્ગ વાવાઝોડુ, બે લોકોના મોત, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા રસ્તાંઓ બંધ
ગઇકાલે દિવસભર આવેલા નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યોને ઝપેટમાં લઇ લીધા હતા. 120ની સ્પીડથી આવી રહેલુ વાવાઝોડુ મુંબઇ સુધી પહોંચતા નબળુ પડી ગયુ હતુ, જેના કારણે મોટી દૂર્ઘટનાઓ ટળી ગઇ હતી
મુંબઇઃ કોરોના સંકટની વચ્ચે મહારાષ્ટ્રમાં વધુ એક મોટી મુસીબતે તબાહી સર્જી દીધી છે. નિસર્ગ વાવાઝોડાએ પોતાનો પ્રકોપ બતાવતા રાજ્યમાં મોટુ નુકશા પહોંચાડ્યુ છે. ભારે પવન અને વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડા નિસર્ગે મુંબઇ સહિતના વિસ્તારોમાં મોટુ નુકશાન પહોંચાડ્યુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ વાવાઝોડાથી બે લોકોએ જીવ ગુમાવ્યાના પણ સમાચાર છે.
ગઇકાલે દિવસભર આવેલા નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યોને ઝપેટમાં લઇ લીધા હતા. 120ની સ્પીડથી આવી રહેલુ વાવાઝોડુ મુંબઇ સુધી પહોંચતા નબળુ પડી ગયુ હતુ, જેના કારણે મોટી દૂર્ઘટનાઓ ટળી ગઇ હતી.
ખાસ વાત છે કે, 129 વર્ષ બાદ પહેલીવાર મુંબઇમાં આવુ મોટુ ભયાનક વાવાઝોડુ આવ્યુ હતુ, અને બપોરે મહારાષ્ટ્રાના રાયગઢના અલીબાગથી ટકરાયુ હતુ. વાવાઝોડાની ભયાનકા એટલી હતી કે મુંબઇ સહિતના વિસ્તારોમાં અનેક ઘરોના છાપરા ઉડી ગયા હતા. શહેરમાં ઠેર ઠેર મોટા મોટા વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાં પણ બંધ કરવા પડ્યા હતા.
વાવાઝોડામાં મુંબઇ, નવી મુંબઇ સહિતના વિસ્તારોમાં કેટલાય વૃક્ષો ધરાશાયી થયા, રત્નાગિરીની નજીક દરિયામાં મોજા ઉછળ્યા, અને ભારે વરસાદના કારણે એક પ્લેન મુંબઇના રનવે પરથી લપસી પણ પડ્યુ હતુ, જોકે, કોઇ જાનહાનિ થઇ નહતી. આમ વાવાઝોડુ પોતાની તબાહીના અનેક નિશાનો મુકીને ગયુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement