Yaas Cyclone: વાવાઝોડું ‘યાસ’ ભારે વિનાશ સર્જે તેવી શક્યતા, 26 મેના રોજ આ રાજ્યમાં ટકરાશે
યાસ વાવાઝાડોને પગલે પૂર્વ રેલવેએ 24 મેથી 29 મેની વચ્ચે 25 ટ્રેનો રદ્દ કરી દીધી છે.
તૌકતે બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આગામી બે દિવસમાં યાસ નામનું વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકી શકે છે. યાસની અસર અંદામાન-નિકોબાર, તામિલનાડુમાં પણ વર્તાઈ તેવી શક્યતા છે. યાસ વાવાઝોડાને લઈને NDRFની 85 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. તો સશસ્ત્ર સેનાઓ પણ સંપૂર્ણ રીતે ખડેપગે છે.
26મેએ યાસ વાવાઝોડુ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં લેંડફોલ થવાની શક્યતા છે. યાસ વાવાઝોડાને લીધે રાજ્ય અને સ્થાનિક પ્રશાસનની સાથે સાથે NDRF, કોસ્ટ ગાર્ડ, નૌસેના, વાયુસેના અને થળસેના પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી માટે તમામ ટીમોની તૈનાતી શરૂ કરી દીધી છે.
યાસ વાવાઝાડોને પગલે પૂર્વ રેલવેએ 24 મેથી 29 મેની વચ્ચે 25 ટ્રેનો રદ્દ કરી દીધી છે. રેલવેના આ નિર્ણયની જાણકારી એક પ્રેસ રિલીઝમાં આપી છે. સાથે જ રદ્દ કરવામાં આવેલ તમામ 25 ટ્રેનની યાદી બહાર પાડી છે.
કોસ્ટગાર્ડના જહાજ અને વિમાને છેલ્લા ત્રણથી ચાર દિવસમાં બંગાળની ખાડી અને પૂર્વની તટો પર માછીમારો, બોટ અને કોમર્શિયલ જહાજોને લાઉડ સ્પીકરથી દરિયામાં ન જવાની અપીલ કરી છે. NDRFની 85 પૈકી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં 32, ઓડિશામાં 28, અંદામાનમાં ચાર, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને તામિલનાડુમાં બે ટીમ તૈનાત કરી દીધી છે. આ સિવાય 17 SAR એટલે કે સર્ચ એંડ રેસ્ક્યુ ટીમને સ્ટેંડ બાય અને બેકઅપ પ્લાન પણ તૈયાર રાખવામાં આવ્યો છે.
Eastern Railway suspends 25 trains between May 24 and 29 in view of cyclone Yaas
— ANI Digital (@ani_digital) May 24, 2021
Read @ANI Story | https://t.co/7hvAzHjgHy pic.twitter.com/PuEALQhCtz
ચક્રવાતી તોફાન યાસથી પણ તૌક્તેની જેમ ભારતે નુકસાનની આશંકા સેવાઈ રહી છે. જે ગત વર્ષ પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાતી તોફાન અમ્ફાનની જેમ વિનાશકારી અથવા એક વર્ષ પહેલા આવેલા ચક્રવાતી તોફાન અમ્ફાન દરમિયાન 3 મિનિટમાં હવાની સ્પીડ 240 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી. જેના કારણે 80 લોકોના જીવ ગયા હતા. આ વર્ષના અંત સુધીમાં 1999માં આવેલા સુપર સાયક્લોને પણ બંગાળની ખાડીમાં ભારે તબાહી મચાવી હતી. આ દરમિયાન ઓડિશામાં 260થી 300 કિમી પ્રતિ કલાકની સ્પીડ હવામાં ચાલવા લાગી હતી. જેના કારણે 10 હજાર લોકોના જીવ ગયા હતા.