શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: મુંબઈમાં ડબ્બાવાળાઓએ પોતાની સર્વિસ 31 માર્ચ સુધી બંધ કરી
મહારાષ્ટ્રની ઓફિસોમાં ખાવાનું પહોંચાડતા ડબ્બાવાળાઓએ પોતાની સેવાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ: ભારતમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 169 સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 49 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રની ઓફિસોમાં ખાવાનું પહોંચાડતા ડબ્બાવાળાઓએ પોતાની સેવાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈમાં ડબ્બાવાળાઓને એક એવો સમૂહ છે કે જે મુંબઈ શહેરમાં કામ કરી રહેલા સરકારી અને અન્ય કર્મચારીઓને બપોરને જમવાનું પોતાનું ઓફિસ સુધી પહોંચાડે છે.
દુનિયાના અન્ય દેશોની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાનો કહેર શરૂ થઇ ગયો છે. ભારતમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને દિવસે દિવસે આ આંકડો વધી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં પશ્ચિમ રેલવેએ શુક્રવારથી એસી લોકલ નહીં દોડાવવાનો નિર્ણય કર્યો છે. એસી લોકલને બદલે સાદી (નોન એસી) લોકલ દોડાવવાનું નક્કી કર્યું છે. જેથી પ્રવાસીઓને હેરાનગતિ ન થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion