શોધખોળ કરો

Supreme Courtનો મોટો ચુકાદો, સંયુક્ત પરિવારમાં રહેતા પિતાની સંપત્તિ પર દીકરીનો અધિકાર તેના પિતરાઇ ભાઇ કરતા વધુ

 કોર્ટે કહ્યું કે આ પ્રકારની વ્યવસ્થા હિંદુ ઉત્તરાધિકાર કાયદો 1956 લાગુ થયા અગાઉથી જ સંપત્તિની વહેંચણી પર પણ લાગુ રહેશે. તમિલનાડુના એક કેસમાં કોર્ટે નિર્ણય આપ્યો હતો.

Supreme Court Verdict: સુપ્રીમ કોર્ટના પિતાની સંપત્તિ પર દીકરીઓના અધિકારને લઇને એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે સંયુક્ત પરિવારમાં રહેતો કોઇ વ્યક્તિ જો વસિયત બનાવ્યા વિના મૃત્યુ પામે તો તેમની સંપત્તિ પર તેમની દીકરીનો હક રહેશે. દીકરીને તેમના પિતાના ભાઇના દીકરીઓની તુલનામાં સંપત્તિનો હિસ્સો આપવામાં પ્રાથમિકતા આપવામાં આવવી જોઇએ.

 કોર્ટે કહ્યું કે આ પ્રકારની વ્યવસ્થા હિંદુ ઉત્તરાધિકાર કાયદો 1956 લાગુ થયા અગાઉથી જ સંપત્તિની વહેંચણી પર પણ લાગુ રહેશે. તમિલનાડુના એક કેસમાં જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર અને કૃષ્ણ મુરારીની બેન્ચે આ 51 પેજનો નિર્ણય આપ્યો હતો. આ મામલામાં પિતાનું મૃત્યુ 1949માં થયું હતું. તેમની પોતાની સ્વઅર્જિત (પોતાની કમાણી) અને ભાગમાં મળેલી સંપત્તિની કોઇ વસિયત બનાવી નહોતી. મદ્રાસ હાઇકોર્ટે પિતાની સંયુક્ત પરિવારમાં રહેતા હોવાના કારણે તેમની સંપત્તિ પર તેમના ભાઇના દીકરાઓને અધિકાર આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પિતાની એકમાત્ર દીકરીના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ કેસ દીકરીના વારસદારો લડી રહ્યા હતા.

 સુપ્રીમ કોર્ટનું માનવું છે કે હિંદુ ઉત્તરાધિકાર કાયદો દીકરીઓને પિતાની સંપત્તિ પર સમાન હકનો અધિકાર આપે છે. કોર્ટનું કહેવું છે કે આ કાયદો લાગુ થયા અગાઉથી જ ધાર્મિક વ્યવસ્થામાં પણ મહિલાઓને સંપત્તિનો અધિકાર મળેલો છે. આ અગાઉ અનેક ચુકાદામાં સ્થાપિત થઇ ચૂક્યું છે કે જો કોઇ વ્યક્તિનો કોઇ દીકરો ના હોય તો તેની સંપત્તિ તેના ભાઇના દીકરાઓના બદલે તેની દીકરીને આપવામાં આવશે. આ વ્યવસ્થા તે વ્યક્તિએ પોતે કમાયેલી સંપત્તિની સાથે સાથે તેને વારસામાં મળેલી સંપત્તિ પર પણ લાગુ થાય છે.

 સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થાનો વિસ્તાર હવે 1956 અગાઉ થયેલા સંપત્તિ વહેંચણી પર પણ લાગુ કરી દીધો છે. જેની અસર દેશભરની નીચલી અદાલતોમાં પેન્ડિંગ સંપત્તિ વહેંચણી વિવાદના કેસ પર પણ પડી શકે છે.

રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Crime News: યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારજનો, પ્રેમીનું કર્યુ અપહરણને કાપી નાંખ્યો પ્રાઇવેટ પાર્ટ

Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget