DCGI on Sputnik V Testing: સ્પૂતનિક-V વેક્સિન બનાવવા માટે શરતો સાથે DCGI એ સીરમ ઈન્સ્ટીટ્યૂટને આપી મંજૂરી
એસ્ટ્રેજેનિકા સાથે મળી દેશમાં કોવિશિલ્ડ રસી બનાવતી પૂણે સ્થિત દેશની સૌથી મોટી દવા નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ને રશિયાની સ્પૂતનિક-V વેક્સિન બનાવવા, તેના પરીક્ષણ અને વિશ્લેષણ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી કેટલીક શરતો સાથે શુક્રવારે મંજૂરી મળી ગઈ છે.
એસ્ટ્રેજેનિકા સાથે મળી દેશમાં કોવિશિલ્ડ રસી બનાવતી પૂણે સ્થિત દેશની સૌથી મોટી દવા નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ને રશિયાની સ્પૂતનિક-V વેક્સિન બનાવવા, તેના પરીક્ષણ અને વિશ્લેષણ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી કેટલીક શરતો સાથે શુક્રવારે મંજૂરી મળી ગઈ છે.
આ પહેલા, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) એ પુનામાં સ્થિત પોતાના લાઇસન્સ પ્રાપ્ત હડપસર કેન્દ્રમાં પરીક્ષણ અને વિશ્લેષણ માટે COVID-19 રસી સ્પુતનિક વી બનાવવાની મંજૂરી માંગતા ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ને અરજી કરી હતી. પુણે સ્થિત કંપનીએ તેના હડપસર કેન્દ્રમાં સ્પુતનિક વીનું નિર્માણ કરવા માટે મોસ્કોના ગમલેઆ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિ યોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે જોડાણ કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 18 મેના રોજ એસઆઈઆઈએ બાયોટેકનોલોજી વિભાગની જેનેટિક મેનીપુલેશન રિવ્યુ કમિટી (આરસીજીએમ) ને પણ અરજી કરી અનુસંધાન અને વિકાસ કાર્ય કરવા માટે સ્ટ્રોન અથવા કોશિકા બેંકની આયાત કરવાની મંજૂરી માંગી હતી. આરસીજીએમે એસઆઈઆઈની અરજીના સંબંધમાં કેટલાક સવાલ કર્યા છે અને પુણે સ્થિત કંપની અને ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી વચ્ચેના મટીરિયલ ટ્રાન્સફર કરારની નકલ માંગી છે.
આ સમયે ડૉ રેડ્ડીઝ લેબોરેટરી ભારતમાં રશિયાની સ્પૂતનિક વી રસીનું ઉપ્તાદન કરી રહ્યું છે. એક સૂત્રએ જણાવ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) એ બુધવારે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ને આવેદનપત્ર આપ્યું છે, જેના દ્વારા ભારતમાં કોવિડ -19 રસી સ્પુતનિક વીનું ઉત્પાદન તેના લાઇસન્સ પ્રાપ્ત હડપસર કેન્દ્રમાં પરીક્ષણ અને વિશ્લેષણ માટે મંજૂરી માંગવામાં આવી છે.
આ મંજૂરીઓ મળ્યા પછી, એસઆઈઆઈની ભારતમાં રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવા માટેની યોજના છે. એસઆઈઆઈએ સરકારને પહેલેથી જ જાણ કરી દીધી છે કે તે જૂનમાં 10 કરોડ કોવિડ -19 ડોઝનું ઉત્પાદન કરશે અને સપ્લાય કરશે.