શોધખોળ કરો

Project Zorawar: ચીન સાથે ઘર્ષણ વચ્ચે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને મંજૂરી, મળશે લાઇટ ટેન્ક

એલઓસી પર ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગુરુવારે રક્ષા મંત્રાલયે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને લીલી ઝંડી આપી દીધી છે.

Project Zorawar:  એલઓસી પર ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગુરુવારે રક્ષા મંત્રાલયે 85 હજાર કરોડના સૈન્ય પ્રસ્તાવોને લીલી ઝંડી આપી દીધી છે. તેમાં આર્મી માટે પ્રોજેક્ટ જોરાવર હેઠળ દેશમાં જ બનાવવામાં આવેલી લાઇટ-ટેન્કનો સમાવેશ થાય છે. આ લાઇટ ટેન્ક પૂર્વી લદ્દાખને અડીને આવેલી નિયંત્રણ રેખા (LOC) પર તૈનાત કરવામાં આવશે.

ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખને અડીને આવેલી એલઓસી પર ચીન સામે લાઇટ-ટેન્ક માટે પ્રોજેક્ટ જોરાવર શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્વદેશી લાઇટ ટેન્ક મેળવવાની તૈયારી ચાલી રહી છે. ખાસ વાત એ છે કે લાઇટ ટેંકના પ્રોજેક્ટને 19મી સદીમાં તિબેટમાં ચીની સેનાને હરાવનાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ કમાન્ડર જોરાવર સિંહના નામ પરથી નામ આપવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ ભારતીય સેના ટૂંક સમયમાં જ લાઇટ ટેન્ક લેવા માટે રક્ષા મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવા જઈ રહી છે. આ લાઇટ ટેન્ક દેશમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના આ ટેન્કોને પૂર્વ લદ્દાખને અડીને આવેલી LoC એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત કરવા માંગે છે.

વાસ્તવમાં ભારતીય સેના પાસે હાલમાં ઉપલબ્ધ ટેન્ક મેદાનો અને રણ માટે છે. આ તમામ ટેન્ક 45-70 ટનની છે. જ્યારે પ્રોજેક્ટ જોરાવર હેઠળની લાઇટ ટેન્ક લગભગ 25 ટનની હશે. ચીનને અડીને આવેલી LoC પર તૈનાત કરવા માટે દુનિયાના સૌથી ઊંચા પાસ પરથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં T-72 અને અન્ય ભારે ટેન્કોને LoC સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે ભારતીય સેના લાઇટ ટેન્ક લેવા માંગે છે.

માહિતી અનુસાર, પ્રોજેક્ટ જોરાવર હેઠળ લાઇટ ટેન્કમાં ભારે ટેન્ક જેટલી જ ફાયર પાવર હશે અને તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ ડ્રોનથી પણ સજ્જ હશે. આ લાઇટ ટેન્ક ઊંચા પર્વતોથી પસાર થઈ શકે છે. નોંધનીય છે કે ચીને પૂર્વી લદ્દાખને અડીને આવેલી એલઓસી પર પહેલાથી જ લાઇટ ટેન્ક તૈનાત કરી છે. ભારતીય સેનાએ અહીં T-72 ટેન્ક પણ તૈનાત કરી છે. પરંતુ હવે ઝડપી મુવમેન્ટ માટે ભારતીય સેના પ્રોજેક્ટ જોરાવર હેઠળ લાઇટ ટેન્ક લેવા માંગે છે.

નોંધપાત્ર રીતે જોરાવર સિંહ જમ્મુ અને કાશ્મીરના રજવાડાના કમાન્ડર હતા. તેમણે 1841માં તિબેટમાં પ્રવેશ કર્યો અને ચીની સેનાને હરાવી હતી. ચીની સેનાને હરાવીને જોરાવર સિંહ તેમના સૈનિકો સાથે હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળ કૈલાશ માનસરોવર ગયા. આ પછી જોરાવર સિંહના સૈનિકો ચીનનો ધ્વજ લઈને ભારત આવ્યા. ભારતીય સેનાની વર્તમાન જમ્મુ અને કાશ્મીર રાઈફલ (JACK RIF) રેજિમેન્ટ પોતાને જોરાવર સિંહની સેનાના વંશજ માને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget