Delhi Election Results 2025: ઓવૈસી, માયાવતી, ચિરાગ, નીતીશ કુમાર અને અજિત પવાર, દિલ્હીમાં તેમની પાર્ટીનો શું હાલ થયો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. 70 બેઠકોની આ વિધાનસભામાં ભાજપે સ્પષ્ટ બહુમતી માટે જરૂરી બેઠકો (36) પાર કરી લીધી છે.

Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. 70 બેઠકોની આ વિધાનસભામાં ભાજપે સ્પષ્ટ બહુમતી માટે જરૂરી બેઠકો (36) પાર કરી લીધી છે. તેમના ખાતામાં 48 બેઠકો આવે તેમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી નિરાશાનો સામનો કરી રહી છે અને 22 સીટો સુધી સીમિત દેખાઈ રહી છે. આ બધા વચ્ચે છેલ્લા બે વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. કોંગ્રેસની સાથે સાથે બસપા સુપ્રીમો માયાવતી, અજિત પવાર, અસદુદ્દીન ઓવૈસી, ચિરાગ પાસવાન અને નીતીશ કુમારના પક્ષોને પણ કંઈ મળ્યું નથી. આવો જાણીએ આ તમામ પાર્ટીઓનું દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શું થયું.
અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ દિલ્હી વિધાનસભાની બે બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમણે ઓખલા વિધાનસભા બેઠક અને મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ તેઓ આ બંને બેઠકો પર હાર્યા હતા. તેમની પાર્ટી મુસ્તફાબાદમાં ત્રીજા ક્રમે રહી હતી અને ઓખલામાં પણ તેમના ઉમેદવાર મોટા માર્જિનથી હારી ગયા હતા.
માયાવતીના 68 અને અજિત પવારના 30 ઉમેદવારો
માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ આ ચૂંટણીમાં 68 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેના ઉમેદવાર એક પણ બેઠક પર ત્રીજું સ્થાન પણ મેળવી શક્યા ન હતા. આ ચૂંટણીમાં BSPને 0.60% કરતા ઓછા વોટ મળ્યા છે.
માયાવતીની જેમ અજિત પવારે પણ આ ચૂંટણીમાં ઘણા ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ તેમનું ભાગ્ય વધુ ખરાબ હતું. તેમની આગેવાનીમાં NCPના કુલ 30 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને બધા મળીને માત્ર 0.03% મત મેળવી શક્યા હતા.
નીતિશ અને ચિરાગની પાર્ટી AAP સામે હારી ગઈ
ભારતીય જનતા પાર્ટીએ પણ દિલ્હીમાં 70માંથી બે બેઠકો તેના સહયોગી પક્ષોને આપી હતી. દેવલી વિધાનસભા બેઠક પર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન)ના ઉમેદવાર ઊભા હતા. જનતા દળ યુનાઇટેડ (JDU) ના ઉમેદવાર બુરારી વિધાનસભા બેઠક માટે મેદાનમાં હતા. દેવલીમાં ચિરાગના ઉમેદવાર 36,680 મતોથી હારી ગયા. જ્યારે બુરારીમાં JDU ઉમેદવાર 13 હજારથી વધુ મતોથી પાછળ છે. આ સિવાય આ ચૂંટણીમાં ત્રણ કોમ્યુનિસ્ટ પક્ષો મળીને 0.02% વોટ મેળવી શક્યા છે. જ્યારે NOTAને 0.6% વોટ મળ્યા છે.
27 વર્ષ બાદ દિલ્હીની સત્તા પર ભાજપની શાનદાર એન્ટ્રી
દિલ્હીમાં મત ગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. અંદાજે 27 વર્ષ બાદ દિલ્હીની સત્તા પર ભાજપની શાનદાર એન્ટ્રી થઈ છે. આ દરમિયાન હવે એ સવાલ પર ચર્ચાએ જોર પકડ્યું છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે ? દિલ્હીમાં 27 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થયા બાદ ભાજપ રાજધાનીની કમાન કોને સોંપશે ? આ રેસમાં ઘણા દિગ્ગજોના નામ આગળ આવી રહ્યા છે. ચૂંટણી લડનારા પ્રવેશ સાહિબ સિંહ વર્મા જેવા નેતાઓના નામો જ નહીં પરંતુ દિલ્હીના પ્રાદેશિક રાજકારણમાં મોટું નામ એવા મનોજ તિવારી જેવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે.
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?

