શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર છે સૌથી ધનિક, જાણો કેટલી છે સંપત્તિ
292 કરોડના માલિક લાકરાએ સૌથી વધારે રોકાણ અચલ સંપત્તિમાં કર્યું છે. તેમની પાસે મકાન અને જમીન તરીકે કુલ 288.7 કરોડની સંપત્તિ છે. માત્ર 3.3 કરોડ જ ચલ સંપત્તિ દર્શાવી છે, જેમાં 87,000 રૂપિયા રોકડ છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની તમામ 70 સીટો માટે 8 ફેબ્રુઆરીએ વોટિંગ યોજાશે. જે માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ 21 જાન્યુઆરી હતો. 70 વિધાનસભા સીટ પર કુલ 1029 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં સૌથી ધનિક ઉમેદવાર આમ આદમી પાર્ટીના ધરમપાલ લાકરા છે.
292 કરોડની છે સંપત્તિ
2014માં આમ આદમી પાર્ટીમાં જોડાનારા લાકરાએ ઉમેદવારી પત્રમાં તેમની સંપત્તિ 292 કરોડ રૂપિયા જણાવી છે. જે અત્યાર સુધી યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં લડેલા ઉમેદવારો કરતા સૌથી વધારે છે. 2013 અને 2015ની વિધાનસભા ચૂંટણીમાં રાજૌરી ગાર્ડનથી અકાલી દળના ઉમેદવાર મનજિંદર સિંહ સિરસા સૌથી ધનવાન ઉમેદવાહ હતા. તેમણે ઉમેદવારી પત્રમાં સંપત્તિ 239 કરોડ જણાવી હતી.
કુલ સંપત્તિમાં માત્ર 87,000 રોકડા
292 કરોડના માલિક લાકરાએ સૌથી વધારે રોકાણ અચલ સંપત્તિમાં કર્યું છે. તેમની પાસે મકાન અને જમીન તરીકે કુલ 288.7 કરોડની સંપત્તિ છે. માત્ર 3.3 કરોડ જ ચલ સંપત્તિ દર્શાવી છે, જેમાં 87,000 રૂપિયા રોકડ છે. મુંડકા ગામમાં જન્મેલા લાકરાએ 1979માં આઈટીઆઈમાંથી ડીઝલ મિકેનિકનો કોર્સ કર્યો હતો. તેમણ આવકના સ્ત્રોતમાં બિઝનેસ, ખેતી અને બેંકમાંથી મળનારી લોન બતાવી છે.
ભાજપ-કોંગ્રેસના CM પદના ઉમેદવાર કોણ ?
દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.
2015માં AAPને મળી 67 સીટ
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.
લોકસભામાં ભાજપે મારી બાજી
2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.
ટ્રાવેલ એજન્ટને 21 લાખનો ચૂનો લગાવવાના આરોપમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સામે નોંધાઈ FIR, જાણો વિગતે
INDvNZ: આવતીકાલે પ્રથમ T20, કોહલી પાસે સીરિઝમાં આ રેકોર્ડ બનાવવાની છે તક, જાણો વિગતે
સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement