શોધખોળ કરો
Advertisement
ટ્રાવેલ એજન્ટને 21 લાખનો ચૂનો લગાવવાના આરોપમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સામે નોંધાઈ FIR, જાણો વિગતે
અઝહરુદ્દીને તેની સામે એફઆઇઆર નોંધાયા બાદ કહ્યું, મારી સામે ખોટી રીતે ઔરંગાબાદમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હું મારી કાનૂની ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છું અને જરૂરી પગલાં લઈશ.
ઔરંગાબાદઃ ટ્રાવેલ એજન્ટ સાથે આશરે 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ સાંસદ મોહમ્મદ અઝહરુદ્દીન સહિત ત્રણ લોકો સામે FIR નોંધાવવામાં આવી છે. સિટી ચોક પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી એડી નાગરે જણાવ્યું, અમે ઔરંગાબાદના મુઝીબ ખાન, કેરલના સુધીશ અવિક્કલ અને હૈદરાબાદના મોહમ્મદ અઝહરુદ્દીન સામે એફઆઈઆર નોંધી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ શરૂ છે.
દાનિશ ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિક શહાબ વાઈ મોહમ્મદ (49 વર્ષ)ની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. શહાબ બંધ થઈ ચૂકેલી જેટ એરવેઝના પૂર્વ એક્ઝિક્યુટિવ પણ છે. ફરિયાદ મુજબ 9 નવેમ્બરથી 12 નવેમ્બર, 2019 વચ્ચે અવિક્કલે અઝહરુદ્દીન અને તેની માટે વિદેશની ટિકિટ બુક કરાવી હતી.
એજન્ટ સાથે વાત નહોતા કરતા અઝહર અને સાથીઓ
અવક્કલે બાદમાં રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. અવિક્કલ તરફથી અઝહરુદ્દીનના અંગત સચિવ મુઝીબ ખાને પણ રૂપિયા આપવાનું આશ્વાસન આપ્યું હતું તેમ છતાં હજુ સુધી રૂપિયા મળ્યા નહોતા. અઝહરુદ્દીન અને મઝીબ બંને શહાબ સાથે વાત કરતા નહોતા, જેના કારણે તેણે ફરિયાદ નોંધાવી હતી.
શું કહ્યું અઝહરુદ્દીને ?
અઝહરુદ્દીને તેની સામે એફઆઇઆર નોંધાયા બાદ કહ્યું, મારી સામે ખોટી રીતે ઔરંગાબાદમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હું મારી કાનૂની ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છું અને જરૂરી પગલાં લઈશ.
INDvNZ: આવતીકાલે પ્રથમ T20, કોહલી પાસે સીરિઝમાં આ રેકોર્ડ બનાવવાની છે તક, જાણો વિગતે સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો Tata Tiago, Tigor અને Nexon ના ફેસલિફ્ટ વર્ઝન થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સMohammad Azharuddin: I strongly rubbish the false FIR filed against me in Aurangabad. I’m consulting my legal team and would be taking action as necessary https://t.co/RyK9MpJyv5
— ANI (@ANI) January 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion