શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્લી વિધાનસભામાં વિરોધ પક્ષનો હોબાળો, ભ્રષ્ટાચારની ચર્ચામાં BJP નેતા વિજેદ્ર ગુપ્તા બેંચ પર ચડ્યા
નવી દિલ્લીઃ દિલ્લી વિધાનસભામાં આજે હંગામો થયો હતો. વિધાનસભામાં ભ્રષ્ટાચાર પર ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમિયાન મનીષ સિસોદિયા અને વિરોધ પક્ષના નેતા વિજેંદ્ર ગુપ્તા વચ્ચે ઘર્ષણ થયું હતું. બીજેપીએ કેજરીવાલ સરકારથી લઇને શીલા દીક્ષિતની સરકારમાં થયેલા ટેંકરના ભ્રષ્ટાચારની ફાઇંડિંગ રિપોર્ટ માંગ્યો હતો.
આ અંગે કેજરીવાલે જણાવ્યું હતું કે, જો મને એંટી કરપ્શન બ્રાંચ 1 મહિના માટે આપી દેવામાં આવે તો વિજેંદ્ર ગુપ્તાની પત્નીને 1 મહિનામાં જેલમાં મોકલી આપું. આના પર વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો. વિધાનસભા અધ્યક્ષે વિજેંદ્ર ગુપ્તાને બોલવા નહી દેતા તે બેંચ પર ચડી ગયા હતા.
કેજરીવાલે કહ્યં હતું કે, 1 મહિના મટે ACB મળી જાય તો વિજેંદ્ર ગુપ્તાની પત્નીને જેલમાં ન મોકલી આપુ તો મારું નામ બદલી નાખજો. હું કાલે ટેંકર ગોટાળાની ફેક્ટ ફાઇંડિંગ રિપોર્ટ આપી દઇશ, તમે પોતાની પત્નીના ગોટાળાની વિગતો અમને આપી દો.
રાખી બિડલાને દિલ્લી વિધાસભાની ઉપાધ્યક્ષ બનાવામાં આવ્યા છે. આ પહેલા ટેંકર ગોટાળાની તપાસને લઇને વિજેદ્ર ગુપ્તા અને મનીષ સિસોદિયામાં બોલાચાલી થઇ હતી. સિસોદિયાએ કહ્યું હતું કે, આ મામલાની ફરિયાદ LGને કેમ નથી કરતી બીજેપી? બીજેપી-કૉગ્રેસ વચ્ચે પતિ-પત્નીનો સંબંધ છે, બીજેપીને ફક્ત ગુંડગર્દીક કરવાનું જ આવડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion