શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CM કેજરીવાલે કહ્યું, એક અઠવાડિયા માટે દિલ્હીની બોર્ડર સીલ; કઈ-કઈ દુકાનો ખોલવાની આપી છૂટ?
દિલ્હીની બોર્ડર અરવિંદ કેજરીવાલ સરકારે આજથી એક અઠવાડિયા માટે બંધ કરી દીધી છે. મુખ્યંમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આની જાહેરાત કરી હતી
દિલ્હીની બોર્ડર અરવિંદ કેજરીવાલ સરકારે આજથી એક અઠવાડિયા માટે બંધ કરી દીધી છે. મુખ્યંમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આની જાહેરાત કરી હતી. પરંતુ જરૂરી સેવાઓ માટે બોર્ડર ખુલ્લી રહેશે. કેજરીવાલે લોકો પાસે સૂચનો માગ્યા છે કે, દિલ્હીની બોર્ડર ખોલવામાં આવે કે નહીં. શુક્રવાર સુધી લોકોને સૂચનો આપવા માટે કહેવામાં આવ્યું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હજુ સુધી દિલ્હીમાં જેટલા સેવાઓ શરૂ કરવામાં આવી છે તે સિવાય હેર કટિંગ, સલૂનની દુકાનો ખોલવામાં આવશે જ્યારે સ્પા ખોલવામાં આવશે નહીં. ઓટો-રિક્શામાં એક સવારી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પહેલા ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં જે પ્રતિબંધ હતો હવે તે પણ હટાવી લેવામાં આવ્યો છે. અમે બજારોમાં દુકાનો ખોલવા માટે ઓડ ઈવન નિયમનું પાલન કરી રહ્યાં હતાં પરંતુ કેન્દ્ર સરકારે આવો કોઈ નિયમ બનાવ્યો નથી તે માટે હવે બધી દુકાનો ખોલી શકો છો.
સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી સરકારના મહત્વપૂર્ણ વિષય પર તમારો ઓપિનિય જોઈએ છે. શું દિલ્હીની બોર્ડર ખોલી દેવામાં આવે? અને શું દિલ્હીની હોસ્પિટલોને દેશમાંથી આવનારા લોકો માટે ખોલવામાં આવે? તમે સૂચન શૂક્રવાર સુધી વ્હોટ્સએપ, ઈમેલ, અથવા વોઈસ મેઈલના આધારે અમને મોકલી શકો છો.
ઈમેઈલ - delhicm.suggestions@gmail.com
વ્હોટ્સએપ નંબર - 8800007722
વોઈસમેઈલ - 1031
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion