શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં લાગુ થશે આયુષ્યમાન ભારત યોજના, મનીષ સિસોદિયાએ બજેટ ભાષણમાં કરી જાહેરાત
સરકારી સ્કૂલોમાં ડિઝિટલ ક્લાસિસની સુવિધા માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે દિલ્હી વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષ 2020-21 માટે 65 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતુ. 2015માં આ બજેટ ફક્ત 30 હજાર કરોડ રૂપિયાનું હતું. બજેટમા મનીષ સિસોદિયાએ અનેક જનહિતની યોજનાઓની જાહેરાત કરી હતી. દિલ્હી સરકાર 24 કરોડ રૂપિયાના ખર્ચે નવી હોસ્પિટલોનું નિર્માણ કરાવશે.
બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કેટલીક મોહલ્લા ક્લીનિક, પોલિક્લિનિક્સ ખુલશે જેના માટે 365 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તે સિવાય સરકારી સ્કૂલોમાં ડિઝિટલ ક્લાસિસની સુવિધા માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
છઠ્ઠી વખત બજેટ રજૂ કરતા મનીષ સિસોદિયાએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ પર ભાર આપતા તેમાં સુધારાની વાત કરી હતી. તેમણે શિક્ષણ વ્યવસ્થામાં ઇન્ટરનેશનલ સ્તરની બનાવવાની વાત કરવાની વાત કરી.
સૌથી ખાસ વાત એ છે કે નવા નાણાકીય વર્ષથી દિલ્હી સરકાર કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારત યોજનાને દિલ્હીમાં લાગુ કરવાની મંજૂરી આપશે. આ સાથે દિલ્હી સરકાર દિલ્હીવાસીઓને અલગથી હેલ્થ કાર્ડ જાહેર કરશે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકાર PISA દ્ધારા દિલ્હી શિક્ષણ વ્યવસ્થાનું આંકલન કરશે જે તેને વૈશ્વિક સ્તરે લાવવામાં મદદ કરશે. અત્યાર સુધી દિલ્હીની સરકારી સ્કૂલોમાં 20 હજાર રૂમનું નિર્માણ થયું. હું 17 નવી સ્કૂલ બિલ્ડિંગના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કરું છું. દિલ્હી સરકાર આગામી સત્રથી દિલ્હીની તમામ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનારા બાળકોને મફતમાં ન્યૂઝપેપર પણ આપશે. તે સિવાય ઇગ્લિશ સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ પણ શરૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion