શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીમાં પોલીસ સામે ગન તાકનારા યુવકની ધરપકડ, પોલીસને શું ધમકી આપી હતી?
ઘટના સોમવારે બપોરે 3-30 કલાક આસપાસની છે. જાફરાબાદ તરફથી ભીડ ઘોંડા ચૌક તરફ પથ્થરબાજી કરતાં આગળ વધી રહી હતી.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધક કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ લોકો અને સમર્થક જ્યારે આમને સામને થયા તો મામલો ગંભીર થઈ ગયો હતો. બન્નેએ એક બીજા પર ખૂબ પથ્થરબાજી કરી અને અનેક ગાડીઓને આગ ચાંપી દીધી હતી. દિલ્હીના મૌજપુર અને જાફરાબાદના રસ્તા પર ગોળીબાર પણ થયાની ઘટના સામે આવી છે.
આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક હાથમાં બંદુક લઈને ફાયરિંગ કરી રહ્યો છે. યુવકે ફાયરિંગ કરતા કરતા પોતાની પિસ્તોલ એક કોન્સ્ટેબલ પર તાકી દીધી હતી પરંતુ પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી હલ્યો ન હતો.
વીડિયોમાં જે યુવક ફાયરિંગ કરતો દેખાઈ રહ્યો છે તેણે દિવાલની આડમાં ગોળીબાર કર્યો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. તેની ઓળક જાફરાબાદના રહેવાસી શાહરૂખ તરીકે થઈ છે. મોહમ્મદ શાહરૂખે પોલીસ સામે ગન તાકીને ધમકી આપી હતી કે, માર દૂંગા મૈં તુઝે. શાહરૂખનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે. ઘટના સોમવારે બપોરે 3-30 કલાક આસપાસની છે. જાફરાબાદ તરફથી ભીડ ઘોંડા ચૌક તરફ પથ્થરબાજી કરતાં આગળ વધી રહી હતી. તેની પાછળની બાજુ અનેક ગાડીઓ ફૂંકી દેવામાં આવી હતી. પોલીસ ભીડને રોકવા માટે આગળ વધી રહી હતી ત્યારે જ એક યુવક હાતમાં બંદુક લઈને આગળ આવ્યો. પોલીસકર્મીએ હિંમક કરી તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સતત ગોળીબાર કરી રહ્યો હતો. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે વિસ્તારમાં અનેક રાઉન્ડ ફાયરિંગ ઉપદ્રવીઓ દ્વારા થયું છે. ઉપદ્રવ દરમિયાન ઘણાં લોકો બંદુક લઈને ફરી રહ્યા હતા. એટલું જ નહીં, અનેક જગ્યાએ લોકો ઘરમાંથી પણ ફાયરિંગ કરતાં જોવા મળ્યા હતા.An anti-CAA protester open fire in #Jaffarabad area. He pointed pistol at policeman but the cop stood firm. He fired around eight rounds. @DelhiPolice pic.twitter.com/0EOgkC6D40
— Saurabh Trivedi (@saurabh3vedi) February 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion