શોધખોળ કરો
Advertisement
દિલ્હી: કેજરીવાલનો દાવો- કોરોના સામે લડવા પૂરતી વ્યવસ્થા, 5 જૂન સુધીમાં તૈયાર થશે 9500 બેડ
સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના કુલ 17386 કેસ છે. જેમાંથી 7846 લોકો સાજા થઈ ગયા છે અને 9142 લોકો હજુ પણ સારવાર લઈ રહ્યાં છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. કોરોના સંકટ પર કાબુ મેળવવા રાજ્ય સરકાર તમામ સંભવિત પ્રયાસો કરી રહી છે. તેની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, રાજધાનીમાં મહામારી સામે લડવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 5 જૂન સુધીમાં 9500 બેડ તૈયાર કરવામાં આવશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના કુલ 17386 કેસ છે. જેમાંથી 7846 લોકો સાજા થઈ ગયા છે અને 9142 લોકો હજુ પણ સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધી 398 લોકોના મોત થઈ ચૂક્યા છે. 15 દિવસમાં 8, 500 દર્દીઓ વધ્યા છે પરંતુ હોસ્પિટલોમાં માત્ર 500 દર્દીઓ દાખલ થયા છે. મોટા ભાગના લોકોમાં સામાન્ય લક્ષણ છે અને તે ઘરમાંજ સ્વસ્થ થઈ રહ્યાં છે. ગભરાવાની જરૂર નથી.
કેજરીવાલે કહ્યું કે, 9142 દર્દીઓમાં માત્ર 2100 કોરોના દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારને અન્ય દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યાં છે અને સ્વસ્થ પણ થઈ રહ્યાં છે.
વધુમાં તેઓએ કહ્યું કે, “આજે કોઈ એ નથી કહી શકતું કે એક મહીના કે બે મહીના અને લૉકડાઉન કરવાથી કોરોના નહીં રહે પણ કોરોના રહેશે અને તેની સારવાર માટે પૂરતી વ્યવસ્તા કરવી પડશે. ”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion