શોધખોળ કરો
Advertisement
કેજરીવાલની તબિયત ખરાબ, ભાજપના ક્યા નેતાએ જલદી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ ગઈ છે. કેજરીવાલને સામાન્ય તાવ અને ગળામાં ઈન્ફેક્શનની ફરિયાદ છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ ગઈ છે. કેજરીવાલને સામાન્ય તાવ અને ગળામાં ઈન્ફેક્શનની ફરિયાદ છે. હવે આ પરિસ્થિતિમાં કાલે એટલે કે મંગળવારે કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.
અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને ન માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પરંતુ વિરોધ પક્ષના નેતાઓ અને તેમના આલોચકો પણ પ્રાર્થના કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તાથી લઈને પૂર્વ સાથી કુમાર વિશ્વાસે જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
દિલ્હી ભાજપા પ્રદેશ અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તાએ ટ્વિટ કરી જાણકારી આપી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના અસ્વસ્થ થવાની જાણકારી મળતા હાલ ફોન કરી તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી, ઈશ્વર પાસે પ્રાર્થના તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.
જાણીતા કવિ કુમાર વિશ્વાસે પણ કેજરીવાલના સ્વસ્થ થવાની કામના કરી. તેમણે ટ્વિટમાં લખ્યું, 'ગેટ વેલ સૂન.' કુમાર વિશ્વાસ, તેજિંદર બગ્ગા સહિત દિલ્હીના ઘણા નેતાઓ અને દેશના અન્ય નેતાઓએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલના સ્વાસ્થને લઈને ચિંતા વ્યક્ત કરી અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી.
આમ આદમી પાર્ટીના નેતા રાધવ ચઢ્ઢાએ ટ્વિટ કરીને લખ્યું કે અરવિંદ કેજરીવાલ, તમે એક પ્રેરક છો અને હીરો છો. દિલ્હીવાસીઓના સ્વાસ્થ્ય માટે તમે પોતાને ખતરામાં નાખ્યા છે. અમે પ્રાર્થના કરીએ કે તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion