શોધખોળ કરો
રાહુલ ગાંધીને તાત્કાલિક પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવે, જાણો કોણે પ્રસ્તાવ પસાર કર્યો
ઉલ્લેખનીય છે કે એક બાજુ સોનિયા ગાંધી આ પદ પર રહેવા માંગતા નથી જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા રાજી નથી.
નવી દિલ્હી: દિલ્હી કૉંગ્રેસે રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે તાત્કાલિ અસરથી એક પ્રસ્તાવ પસાર કર્યો છે. દિલ્હી કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું હતું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં દેશહિતને ધ્યાનમાં રાખતા રાહુલ ગાંધીને તાત્કાલિક અસરથી કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે.
આ સાથે જ દિલ્હી કૉંગ્રેસ પ્રદેશ કમિટીએ કહ્યું, રાહુલ ગાંધીએ પોતાના કૉંગ્રેસ અધ્યક્ષ કાર્યકાળમાં દેશને સમય પહેલા નોટબંધી, જીએસટીના પ્રભાવ અને ખેડૂતોને લઈ વર્તમાન સરકારના ઈરાદાની જાણ સંસદમાં દેશને કરી હતી અને પરિણામ સ્વરૂપે આજે ત્રણ કાળા કાયદા દેશની સામે છે.
કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી હાલના સમયમાં પાર્ટીના અંતરિમ અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે. કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય પર સંમતિ આપી છે કે સોનિયા ગાંધી પક્ષના અંતિરમ અધ્યક્ષની જવાબદારી બીજા વર્ષ સુધી નિભાવશે.
ઉલ્લેખનીય છે કે એક બાજુ સોનિયા ગાંધી આ પદ પર રહેવા માંગતા નથી જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા રાજી નથી. એવામાં પક્ષમાં એક એવો વર્ગ છે જે રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે જ જોવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement