Delhi Corona Cases: દેશના આ જાણીતા રાજ્યમાં કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, લોકોમાં ફફડાટ
Delhi Covid-19 Update: રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જ્યારે કોઈ વ્યક્તિનું મોત થયું નથી.
Delhi Corona Cases: રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 532 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોઈ વ્યક્તિનું મોત થયું નથી. એક્ટિવ કેસની સંખ્યા 2675 પર પહોંચી છે. મંગળવારે 393 નવા કેસ અને બે સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 709 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
COVID19 | 532 new infections reported in Delhi today; Active cases at 2,675 pic.twitter.com/uutTxwSEWe
— ANI (@ANI) May 18, 2022
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1829 નવા કેસ નોંધા.યા છે અને 33 સંક્રમિતોના મોત થયા છે અને 2549 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મંગળવારે 1569 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 2202 નવા કેસ અને 27 મોત નોંધાયા હતા. રવિવારે 2487 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15,647 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,293 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,87,259 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,65,00,770 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,97,695 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
આ પણ વાંચોઃ
IPL 2022: ‘હીરોમાંથી ઝીરો’ કેવી રીતે બની ગઈ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ? જાણો ત્રણ મોટા કારણ