AAP નેતા આતિશીને કોર્ટે મોકલ્યું સમન્સ, આ તારીખે હાજર થવા આદેશ, જાણો શું કેસ
અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીને સમન્સ મોકલ્યું છે
અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીને સમન્સ મોકલ્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટે માનહાનિ કેસની સુનાવણી દરમિયાન આતિશીને સમન્સ પાઠવ્યું છે. આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે
Delhi's Rouse Avenue Court's ACMM admits the defamation suit filed by Delhi BJP's Media Dept Head Praveen Shankar Kapoor against Delhi Minister Atishi and Chief Minister Arvind Kejriwal, summons Delhi Minister Atishi to appear in the court on June 29.
— ANI (@ANI) May 28, 2024
AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે આ અંગે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
વાસ્તવમાં રાઉઝ એવેન્યુ સ્થિત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાન્યા બામનિયાલે દિલ્હી બીજેપી મીડિયા પ્રમુખ પ્રવીણ શંકર કપૂરના માનહાનિનો કેસને સ્વીકારી લીધો છે. આ પછી તેમણે આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું છે. વીણ શંકર કપૂરે હોર્સ ટ્રેડિંગના આરોપમાં આતિશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
Delhi's Rouse Avenue Court reserves order on ED's Supplementary chargesheet (prosecution complaint) filed against Delhi Chief Minister Arvind Kejriwal, Aam Aadmi Party (AAP) in connection with a money laundering case related to Excise Policy case. The Court fixed June 4 for…
— ANI (@ANI) May 28, 2024
આતિશીની મુશ્કેલીઓ એવા સમયે વધી છે જ્યારે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જામીન પર બહાર છે. સત્યેન્દ્ર જૈન અપ્રમાણસર સંપત્તિના કેસમાં જેલના સળિયા પાછળ છે.
Delhi's Rouse Avenue Court summons Delhi Minister Atishi to appear before it on June 29, in relation to a defamation case filed by BJP spokesperson Praveen Shankar Kapoor.
— ANI (@ANI) May 28, 2024
નોંધનીય છે કે બીજેપી નેતાએ 30 એપ્રિલના રોજ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે AAP નેતા તેમના ખોટા દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં પ્રવીણ કપૂરે અરવિંદ કેજરીવાલની એક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં AAP સુપ્રીમોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે AAPના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.
તેમણે આતિશીના દાવાને પણ ટાંક્યો હતો કે તેમને તેમની રાજકીય કારકિર્દી બચાવવા માટે ભાજપમાં જોડાવાની ઓફર મળી હતી. ઉપરાંત,આતિશી તરફથી કહેવામાં આવ્યું હતું કે જો તે આવું નહીં કરે તો તેની ED દ્વારા ધરપકડ કરવામાં આવશે.
ભાજપે મારો સંપર્ક કર્યો- આતિશીનો દાવો છે
આતિશીએ એપ્રિલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'ભાજપે ખૂબ જ નજીકના વ્યક્તિ દ્વારા મારો સંપર્ક કર્યો છે. તેમણે મને ભાજપમાં જોડાવાનું કહ્યું છે અને કહ્યું છે કે આ મારી રાજકીય કારકિર્દી બચાવશે. તેમણે ધમકી આપી છે કે જો હું ભાજપમાં નહીં જોડાઉં તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે.