શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
કેંદ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર સામે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નવી દિલ્હી: કેંદ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર સામે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ જેએનયૂ વિદ્યાર્થી સંઘે કાલે જામિયામાં ગોળીબારની ઘટનાના સંદર્ભમાં દાખલ કરી છે. આ ફરિયાદ કેંદ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના 'ગોલી મારો'વાળા ભાષણને લઈને કરવામાં આવી છે.
જેએનયૂના એક વિદ્યાર્થી નેતાનો આરોપ છે કે અનુરાગ ઠાકુરના ગોલી મારોવાળા ભાષણની પ્રેરિત થઈને ગુરૂવારે એક સગીરે જામિયામાં એક વિદ્યાર્થીને ગોળી મારી હતી. વિવાદિત નિવેદન મામલે કેંદ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરને ગુરૂવારે ચૂંટણી પંચે પ્રચાર કરવા પર રોક લગાવી છે. અનુરાગ ઠાકુર 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે. ચૂંટણી પંચે કહ્યું કે કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષ દ્વારા ધર્મ, જાતિ અને ભાષાના આધાર પર વૈમનસ્ય ફેલાવવા પર ત્રણ વર્ષની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ છે. ભાજપના નેતા અનુરાગ ઠાકુર પર વિવાદિત અને ભડકાઉ નિવેદન આપવાનો આરોપ છે.Vishnu Prasad K Councillor, JNUSU has filed a complaint at Parliament Street Police station against Union Minister Anurag Thakur's "goli maro" remark during a speech. The complaint has been filed in the context of Jamia firing incident yesterday.
— ANI (@ANI) January 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion