શોધખોળ કરો
Advertisement
દિલ્હીની જનતાએ BJP અને અમિત શાહને કરંટ લગાવવાનું કામ કર્યુઃ અમાનતુલ્લાહ ખાનનો પ્રહાર
ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચામાં રહેલા શાહીનબાગ ઓખલા વિધાનસભા અંતર્ગત આવે છે. ઓખલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાનનો 70,000 મતથી વિજય થયો.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી ફરીથી સત્તામાં આવી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે હાલ દિલ્હીની 70 પૈકી 30 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 28 અને 2 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 35 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, જ્યારે ભાજપ 5 બેઠક પર આગળ છે. કોંગ્રેસનું ક્યાંય નામ નિશાન નથી.
કામની જીત થઈ અને નફરતની હાર: અમાનતુલ્લાહ ખાન ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચામાં રહેલા શાહીનબાગ ઓખલા વિધાનસભા અંતર્ગત આવે છે. ઓખલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાનનો 70,000 મતથી વિજય થયો છે. આપ ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને ભાજપ અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું, ‘દિલ્હીની જનતાએ આજે બીજેપી અને અમિત શાહને કરંટ લગાવવાનું કામ કર્યું છે. કામની જીત થઈ છે અને નફરતની હાર. મેં નહીં જનતાએ રેકોર્ડ તોડ્યો છે.’AAP's Amanatullah Khan wins Delhi's Okhla seat by nearly 70,000 votes, defeats BJP's Braham Singh
— Press Trust of India (@PTI_News) February 11, 2020
શું કહ્યું હતું અમિત શાહે ? કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, ‘કમળનું બટન એટલું જોરથી દબાવજો કે તેનો કરંટ શાહીનબાગમાં લાગે. સીએએનો વિરોધ કરતાં દરેક વ્યક્તિ સુધી તેનો અવાજ પહોંચવો જોઈએ. હવે દેશ બે ભાગમાં વહેંચાઇ ચુક્યો છે. એક બાજુ પીએમ મોદી છે, જેઓ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કરી. તેમની પાર્ટી બીજેપી દેશની સેવા માટે સંકલ્પબદ્ધ છે. જ્યારે બીજી તરફ આપ અને કોંગ્રેસ છે. જેઓ અરાજક્તા ફેલાવે છે. આ દરમિયાન શાહે લોકો પાસે ભારત ‘માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા.’ 2015માં AAPને મળી 67 સીટ 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા. ન્યૂઝીલેન્ડે T-20 સીરિઝનો હિસાબ કર્યો સરભર, વન ડે શ્રેણીમાં ભારતના વ્હાઇટવોશના આ રહ્યા કારણો મોદીના મિત્ર ટ્રમ્પ આવશે અમદાવાદ, વ્હાઇટ હાઉસે કરી સત્તાવાર જાહેરાત, જાણો વિગતેAmanatullah Khan,AAP candidate from Okhla: Dilli ki janta ne aaj BJP aur Amit Shah ji ko current lagane ka kaam kiya hai, ye kaam ki jeet huyi hai aur nafrat ki haar. Maine nahi, janta ne record( his lead margin) toda hai. #DelhiResults pic.twitter.com/tgSbUByDDC
— ANI (@ANI) February 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement