શોધખોળ કરો
Advertisement
Delhi Election Results: ‘હનુમાન ચાલીસાના પાઠથી કેજરીવાલ જીત્યા’, BJPના દિગ્ગજ નેતાનું નિવેદન
કેજરીવાલે ક્હ્યું, આ માત્ર દિલ્હીના લોકોની જીત નથી ભારત માતાની જીત છે. સમગ્ર દેશની જીત છે. આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીનો ખૂબ ખૂબ આભાર.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 6.30 કલાક સુધીમાં દિલ્હીની 70 પૈકી 46 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 41 અને 5 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 21 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, ભાજપ 3 બેઠક પર આગળ છે.
જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકોએ ગજબ કરી દીધું. આઈ લવ યૂ. તમામ દિલ્હીવાસીઓનો દિલથી આભાર. ત્રીજી વખત આપના પુત્ર પર વિશ્વાસ મુકવા બદલ દિલ્હીવાસીઓનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. આ દરમિયાન મંચ પર કેજરીવાલ સાથે તેમના પત્ની પણ હતા, તે સિવાય સંજય સિંહ, રાઘવ ચડ્ઢા અને સંજય સિંહ ઉપસ્થિત હતા.
કેજરીવાલે ક્હ્યું, આ માત્ર દિલ્હીના લોકોની જીત નથી ભારત માતાની જીત છે. સમગ્ર દેશની જીત છે. આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીનો ખૂબ ખૂબ આભાર.
જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દર રૈનાએ કહ્યું, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કરેલા હનુમાન ચાલીસાના પાઠથી તેમની પાર્ટીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ જીતવામાં મદદ મળી છે.Lord Hanuman has blessed us, may god give us more strength to serve people of Delhi: Arvind Kejriwal
— Press Trust of India (@PTI_News) February 11, 2020
Delhi Election Results: 2015ની જેમ 2020માં પણ ન ખુલ્યું કોંગ્રેસનું ખાતું, મતની ટકાવારી જાણીને ચોંકી જશો મોદીના મિત્ર ટ્રમ્પ આવશે અમદાવાદ, વ્હાઇટ હાઉસે કરી સત્તાવાર જાહેરાત, જાણો વિગતે'Hanuman Chalisa' recited by Delhi Chief Minister Arvind Kejriwal helped his party win Delhi Assembly elections: J&K BJP president Ravinder Raina#DelhiResults
— Press Trust of India (@PTI_News) February 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement