શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણી: કૉંગ્રેસે જાહેર કર્યા 54 ઉમેદવારોના નામ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ ?
અલકા લાંબા ચાંદની ચોકથી અને AAP છોડીને કૉંગ્રેસમાં જાડાયેલા આદર્શ શાસ્ત્રીને દ્વારાકાથી ટિકિટ આપવામાં આવી છે.
નવી દિલ્હી: કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પોતાના 54 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અલકા લાંબા ચાંદની ચોકથી, રાધિકા ખેડાને જનકપુરીથી, AAP છોડીને કૉંગ્રેસમાં જાડાયેલા આદર્શ શાસ્ત્રીને દ્વારાકાથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમરિંદર સિંહ લવલીને ગાંધીનગરથી અને હારુન યૂસુફને બલ્લીમારનથી ટિકિટ આપવામાં આવી છે.
Congress releases list of candidates for 54 out of 70 seats for upcoming Delhi Assembly elections. Alka Lamba to contest from Chandni Chowk, Arvinder Singh Lovely from Gandhi Nagar and Adarsh Shastri from Dwarka. pic.twitter.com/CR2PZZwwTO
— ANI (@ANI) January 18, 2020
દિલ્હી ચૂંટણી 2020ની ખાસ વાતો
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું નોટિફિકેશન 14 જાન્યુઆરીએ બહાર પડ્યું છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ ખતમ થશે. નિયમો પ્રમાણે આ પહેલા ચૂંટણી પૂરી કરી નવી વિધાનસભાનું ગઠન કરવું પડશે.
ભાજપ-કોંગ્રેસના CM પદના ઉમેદવાર કોણ ?
દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.
2015માં AAPને મળી 67 સીટ
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.
લોકસભામાં ભાજપે મારી બાજી
2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion