શોધખોળ કરો

દિવાળી બાદ કોરોનાએ ઉથલો મારતા આ રાજ્યમાં ICU બેડ્સની તંગી, હોસ્પિટલમાં વધારવામાં આવશે બેડની સંખ્યા

સરાકરે આ 11 હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર અને ડાયરેક્ટરને ઓક્સીજનવાળા બેડ્સને ICU બેડમાં અપગ્રેડ કરીને ICU બેડ્સની સંખ્યા વધારવાના આદેશ આપ્યા છે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વધતા આંકડાની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ દિલ્હીની જીીટીબી હોસ્પિટલનો પ્રવાસ કર્યો. દિલ્હીમાં થઈ રહેલ આઈસીયૂ બેડની તંગીને જોતા સીએમ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આગામી બે દિવસમાં 232 આઈસીયૂ બેડ જીટીબી હોસ્પિટલમાં વધારવામાં આવશે તેની સાથે જ આગામી થોડા દિવસમાં દિલ્હી સરકારની હોસ્પિટલમાં 663 આઈસીયૂ બેડ્સ વધારવામાં આવશે. દિલ્હી સરાકરની 11 હોસ્પિટલમાં ICU બેડ્સની સંખ્યા વધારવામાં આવશે. આ મામલે સંબંધિત આદેશ દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. દિલ્હી સરાકરે આ 11 હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર અને ડાયરેક્ટરને ઓક્સીજનવાળા બેડ્સને ICU બેડમાં અપગ્રેડ કરીને ICU બેડ્સની સંખ્યા વધારવાના આદેશ આપ્યા છે. આ નિર્દેશને તાત્કાલીક પ્રભાવથી લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી સરાકરની આ 11 હોસ્પિટલમાં હાલમાં કુલ 1167 ICU બેડ્સ છે જેમાંથી 580 વેન્ટિલેટરની સાથે છે જ્યારે 587 વેન્ટિલેટર વગર છે. દિલ્હી સરકારે આદેશ આપ્યા છે કે આ હોસ્પિટલોમાં 22 વેન્ટિલેટરની સાથે ICU બેડ વધરાવમાં આવે જ્યારે 641 વેન્લિટેર વગરના ICU બેડ વધારવામાં આવેસ. તેનાથી દિલ્હી સરકારની હોસ્પિટલોમાં વેન્ટિલેટરની સાથે ICU બેડની સંખ્યા 602, વેન્ટિલેટર વગરના ICU બેડની સંખ્યા 1228 થઈ જશે, અને કુલ બેડની સંખ્યા 1830 થઈ જશે. નોંધનીય છે કે, દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 131 દર્દીઓના મોત થયા છે. આ સાથે મોતનો આંકડો વધીને 7943 થઇ ગયો છે. આ પહેલા 12 નવેમ્બરે કોરોનાથી 104 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસોનો આંકડો પાંચ લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7486 કેસ સામે આવ્યા છે. આ પછી કોરોનાના કુલ કેસનો આંકડો 5,03,084 થઇ ગયો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માત્ર 10 દિવસમાં અંદાજે 60 હજાર કેસ નોંધાઇ ગયા છે. 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી કુલ 59,532 કોરોના કેસો રિપોર્ટ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી સાડા ચાર લાખ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 6901 દર્દીઓ ઠીક થયા છે, અને અત્યાર સુધી 4,52,683 લોકો કોરોનાથી સજા થઇ ચૂક્યા છે. દિલ્હીમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 42,458 છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 12.03 ટકા છે, અને કોરોનાથી રિક્વરી રેટ 89.98 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget