શોધખોળ કરો
Advertisement
વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહીને લઈ હુમા કુરેશીએ દર્શાવ્યો વિરોધ, PM મોદીને પૂછ્યો આ સવાલ
અનેક બૉલિવૂડ હસ્તીઓએ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે અને તેમના પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં જામિયામાં થયેલી હિંસા બાદ પોલીસની કાર્યવાહીની દેશભરમાં ટીકા થઈ રહી છે. દેશની જાણીતી હસ્તીઓ સાથે બૉલિવૂડ સેલિબ્રિટિઓ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે. એક્ટ્રેસ હુમા કુરેશીએ પોલીસની કાર્યવાહીને લઈને વડાપ્રધાન મોદીને સવાલ કર્યો છે.
હુમા કુરેશીએ નારાજગી વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું કે, “આ અસત્ય છે. લોકતંત્ર એક ધર્મનિરપેક્ષ છે. વિદ્યાર્થીઓ સાથે પોલીસે જે હિંસા દેખાડી છે. તે ભયાનક છે. નાગરિકોને શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર છે, કે હવે કોઈ વિકલ્પ નથી ? ” તેણે પોતાના આ ટ્વિટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહેને ટેગ કર્યા છે.
CAAના વિરોધ પ્રદર્શન વચ્ચે અમિત શાહે કહ્યું- આ કાયદામાં નાગરિકતા છીનવવાની નહીં આપવાની જોગવાઈ છે
આ પહેલા અનેક બૉલિવૂડ હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓના સમર્થન આપ્યું છે અને તેમના પર કરવામાં આવેલી કાર્યવાહીને ખોટી ગણાવી છે. એક્ટર રિતેશ દેશમુખે ટ્વિટ કર્યું કે, “લોકતંત્રમાં દરેકનો અવાજ સાંભળવો જોઈએ, પછી તે એક હોય કે હજાર. તેમણે આગળ લખ્યું કે હું કોઈ પણ પ્રકારની હિંસાનું સમર્થનમાં નથી. હું હમેશા પોતાની પોલીસ ફોર્સ પર ગર્વ છે. પરંતુ આ વખતે સ્થિતિ પર નિયંત્રણ રાખવા તેમણે દયાભાવ રાખવો જોઈતો હતો. આપણા વિદ્યાર્થીઓ આ બધુ ડિઝર્વ નથી કરતા.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement