શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્લીના એલજી નજીબ જંગનું ફરમાન, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્લીમાં હાજર થાય
નવી દિલ્લી: દિલ્લીના ઉપ રાજ્યપાલ નજીબ જંગે શુક્રવારે સાંજે ફેક્સ મોકલીને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તાત્કાલિક દિલ્લી આવવા કહ્યુ છે. ઉપ રાજ્યપાલે ડેંગૂ અને ચિક્નગૂનિયા જેવી બીમારીઓ સંદર્ભે કહ્યું કે હાલ દિલ્લીને તેમની જરૂરત છે. મનીષ હાલ શિક્ષા વિભાગ સાથે જોડાયેલા એક ટૂર પર ફિનલેંડના પ્રવાસે છે.
એલજી હાઉસના સૂત્રોનું માનીએ તો મનીષને મોકલવામાં આવેલા ફેક્સમાં કહેવામાં આવ્યું છે કે નિયમ પ્રમાણે જો મુખ્યમંત્રી રજા ઉપર હોય તો કેબિનેટના નિર્ણયો અને ફાઈલોમાં હસ્તાક્ષરનું કામ ડેપ્યુટી સીએમનું છે પરંતુ ડેપ્યુટી સીએમ પોતે ફિનલેંડમાં છે અને તેમને કોઈ મંત્રીને ફાઈલોમાં હસ્તાક્ષર કરવા અથવા કેબિનેટના નિર્ણયો લેવા માટે નિમણૂંક કર્યા નથી, જ્યારે દિલ્લી ડેંગૂ અને ચિકનગૂનિયા જેવી બીમારીઓ સામે ઝઝૂમી રહી છે.
ફેક્સના માધ્યમથી એલજીએ મનીષનો ફિનલેંડનો સરકારી પ્રવાસને પણ રદ્દ કરી દીધો છે. હવે જોવાનું રહેશે કે મનીષ એલજીનો આદેશ માને છે કે નહીં. શુક્રવારે મનીષની ફિનલેંડ પ્રવાસની ઘણી તસ્વીરો વાયરલ પણ થઈ હતી.
અગાઉ આમ આદમી પાર્ટીએ એલજીને આડે હાથે લેતા કહ્યું હતું કે, દિલ્લી ડેંગૂ અને ચિકનગૂનિયાથી ઝઝૂમી રહી છે અને દિલ્લીના બૉસ અમેરિકામાં છે. મીડિયામાં હેંડલાઈન બન્યા પછી એલજીને પણ અમેરિકાથી પાછું ફરવું પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion