શોધખોળ કરો

Delhi Ordinance: 'AAP-BJP એક છે, બંન્ને નકલી છે', કોગ્રેસનો કેજરીવાલ સરકાર પર પ્રહાર

વટહુકમ મુદ્દે મુખ્યમંત્રી કેજરીવાલ વિપક્ષી પાર્ટીઓનું સમર્થન માંગી રહ્યા છે.

Modi Government Ordinance: દિલ્હીના મુખ્યમંત્રી કેન્દ્રના વટહુકમને લઈને વિપક્ષોનું સમર્થન મેળવવામાં વ્યસ્ત છે. આ અંગે કેજરીવાલ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી પરંતુ કોંગ્રેસમાં આ મામલે મત વિભાજિત છે.

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે (29 મે) એક બેઠક બોલાવી છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસે શનિવારે (27 મે)ના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેજરીવાલનો ફોટો શેર કરતા દિલ્હી કોંગ્રેસે લખ્યું હતું કે AAP-BJP એક છે, બંને નકલી છે. કોંગ્રેસે મોદી સરકારની ઓળખ જુમલા અને ભ્રષ્ટાચારી તરીકે ગણાવી હતી જ્યારે કેજરીવાલ સરકારની ઓળખ હવાલા અને કૌભાંડી તરીકે ગણાવી હતી.

અરવિંદ કેજરીવાલે સમય માંગ્યો હતો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠક એવા સમયે બોલાવી છે જ્યારે કેજરીવાલે હાલમાં જ ખડગે અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો હતો. આ અંગે કેજરીવાલે શુક્રવારે (27 મે) ટ્વીટ કર્યું હતું કે  "કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીને ભાજપ સરકારના અલોકતાંત્રિક અને ગેરબંધારણીય વટહુકમ અને સંઘીય માળખા પરના હુમલા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ સામે સંસદમાં કોંગ્રેસનું સમર્થન મેળવવાની વિનંતી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ કેજરીવાલે વટહુકમનું સમર્થન કરવું જોઈએ કે નહીં તે અંગે વિચારણા કરી રહી છે.

વટહુકમ મુદ્દે મુખ્યમંત્રી કેજરીવાલ વિપક્ષી પાર્ટીઓનું સમર્થન માંગી રહ્યા છે. આ અંગે તેઓ અત્યાર સુધીમાં તેલંગણાના સીએમ કેસીઆર, ટીએમસી ચીફ મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને નીતિશ કુમાર સહિત ઘણા નેતાઓને મળ્યા છે, જે દરમિયાન બધાએ કહ્યું હતું કે અમે વટહુકમની વિરુદ્ધ છીએ અને રાજ્યસભામાં તેની વિરુદ્ધ મતદાન કરીશું.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ સરકારને દિલ્હીના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કરવાનો અધિકાર છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 19 મેના રોજ વટહુકમ બહાર પાડ્યો હતો. કેજરીવાલે તેને સુપ્રીમ કોર્ટની અવમાનના ગણાવી છે.

Delhi Ordinance: CM અરવિંદ કેજરીવાલે તેલંગણાના મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ માંગ્યું સમર્થન

Arvind Kejriwal KCR Meeting: દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેલંગણાના મુખ્યમંત્રી અને BRSના વડા કે.કે. ચંદ્રશેખર રાવને મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અન્ય AAP નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલ અને કેસીઆરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

સીએમ કેજરીવાલે કહ્યું હતું કે જે દેશના પીએમ સુપ્રીમ કોર્ટને સ્વીકારતા નથી તે દેશના લોકો ન્યાય માટે ક્યાં જશે. વટહુકમ લાવીને તમામ સત્તા છીનવી લીધી. વડાપ્રધાન દિલ્હીની જનતાને પડકાર ફેંકી રહ્યા છે. ત્યાં તેઓ ધારાસભ્યોને ખરીદે છે, સરકારને ઉથલાવી નાખે છે, અથવા ધારાસભ્યોને તોડે છે, અથવા રાજ્યપાલનો દુરુપયોગ કરે છે અને સરકારને કામ કરવા દેતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી
Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Embed widget