શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકડાઉનની વચ્ચે પણ થઈ રહ્યા છે લગ્ન, દિલ્હી પોલીસ કરી રહી છે મદદ
લગ્નમાં પરિવારના નજીકના લોકોની સાથે દિલ્હી પોલીસ પણ જાનૈયામાં હતા. એટલું જ નહીં પોલીસે ખુદ પોતાની જિપ્સીમાં દુલ્હનને સાસરી માટે વિદાય કરી.
નવી દિલ્હીઃ દેશ કોરોના વાયરસની ઝપેટમાં થે, લોકડાઉન લાગેલ છે. એવામાં લગ્ન કેવી રીતે કરવા તે મોટી સમસ્યા છે. જોકે દિલ્હી પોલીસ માત્ર લોકડાઉનનું કડકાઈથી પાલન જ નથી કરાવતી પરંતુ લોકોને ખુશ રાખવા માટે ફિલ્મ બતાવવાથી લઈને લગ્ન પણ કરાવી રહી છે.
દિલ્હીના ગાંધીનાગર વિસ્તારમાં રહેતા હિમાંશુના રવિવારે લગ્ન હતા પરંતુ લોકડાઉનને કારણે તમામ તૈયારીઓને બેકાર ગઈ હતી. હિમાંશુએ શાહદાર ડિસ્ટ્રિક્ટના ડીસીપી ડીકે ગુપ્તાનો સંપર્ક કર્યો. ત્યાર બાદ પોલીસે સોશિયલ ડિસ્ટન્નસિંગને ધ્યાનમાં રાખીને ખુદ લગ્ન કરાવ્યા.
લગ્નમાં પરિવારના નજીકના લોકોની સાથે દિલ્હી પોલીસ પણ જાનૈયામાં હતા. એટલું જ નહીં પોલીસે ખુદ પોતાની જિપ્સીમાં દુલ્હનને સાસરી માટે વિદાય કરી. આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા સાઉથ ડિસ્ટ્રિક્ટની પોલીસે પણ પોતાના વિસ્તારમાં એક લગ્ન કરાવ્યા હતા. તેમાં બન્ને પક્ષ તરફથી એક એક સભ્ય હાજર હતા અને બાકીના જાનૈયાઓમાં પોલીસકર્મચારી હાજર હતા. લોકડાઉનના સમયે દિલ્હી પોલીસનો પ્રયત્ન છે કે લોકો નિયમોનું પાલન પણ કરે અને તેમને કોઈ મુશ્કેલી પણ ન થાય.
કોરોના વાયરસને કારણે લોકડાઉન લાંબુ ચાલી રહ્યું છે, એવામાં લોકો માનસિક બીમારીનો ભોગ ન બને અને ખુશ રહે, તેના માટે પોલીસ દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. દિલ્હી પોલીસે પ્રવાસી મજૂરો માટે ફિલ્મ બતાવવાથી લઈને યોગાની પણ વ્યવસ્થા કરી રહી છે જેથી તેઓ ખુશ અને સ્વસ્થ્ય રહે.
એટલું જ નહીં એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં પોીલસે પરિવારના લોકોના લગ્નની વર્ષગાંઠથી લઈને જન્મદિવસ સુધી સેલિબ્રેટ કર્યા છે. મહામારીના સમયમાં દિલ્હી પોલિસના આ પ્રકારના પગલા વખાણવા લાયક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion