શોધખોળ કરો
દિલ્હી હિંસા: પોલીસે વધુ 45 ઉપદ્રવીઓની તસવીરો કરી જાહેર, માસ્ટરમાઈન્ડ હજુ પણ પકડથી બહાર
આ હિંસાને લઈ દિલ્હી પોલીસે અત્યાર સુધી 44 એફઆઈઆર નોંધી છે. જેમાં લગભગ 150 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
![દિલ્હી હિંસા: પોલીસે વધુ 45 ઉપદ્રવીઓની તસવીરો કરી જાહેર, માસ્ટરમાઈન્ડ હજુ પણ પકડથી બહાર delhi red fort violence police have released photographs of the 45 accused દિલ્હી હિંસા: પોલીસે વધુ 45 ઉપદ્રવીઓની તસવીરો કરી જાહેર, માસ્ટરમાઈન્ડ હજુ પણ પકડથી બહાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/05205921/red-fort-delhi-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ગણતંત્રના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે વધુ 45 ઉપદ્રવીઓની તસવીરો જાહેર કરી છે. આ તમામ ઉપદ્દવીઓ વીડિયો અને સીસીટીવીમાં હિંસા કરતા નજર આવ્યા છે. જો કે, હિંસાનો માસ્ટરમાઈન્ડ દીપ સિધ્ધુ હજુ પણ પોલીસ પકડથી બહાર છે.
150 પર ધરપકડ, 44 લોકો પર FIR દાખલ
પોલીસે વીડિયો જોયા બાદ એક્સપર્ટ્સની મદદથી આ તસવીરો જાહેર કરી છે. આ પહેલા ક્રાઈમ બ્રાન્ચે 12 ઉપદ્રવીઓની તસવીર જાહેર કરી હતી. આ હિંસાને લઈ દિલ્હી પોલીસે અત્યાર સુધી 44 એફઆઈઆર નોંધી છે. જેમાં લગભગ 150 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ મામલાની તપાસ એસઆઈટી પાસ પહોંચ્યા બાદ પોલીસે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરી છે.
હિંસાને લઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસ ખૂબજ ધીમી ચાલી રહી છે. આ કેસને ટેકઓવર કર્યા બાદ એસઆઈટી અત્યાર સુધી માત્ર બે લોકોની જ ધરપકડ કરી શકી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી દીપ સિધ્ધુની શોધખોળ માટે હરિયાણા અને પંજાબમાં કેમ્પ નાખી દીધા છે. ઘણી જગ્યાએ દરોડા બાદ પણ પોલીસને સફળતા હાથ લાગી નથી. દિલ્હી પોલીસે દીપ સિધ્ધુ સહિત ચાર લોકોની જાણકારી આપનારને એક લાખ રૂપિયા ઈનામની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)