Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં વધારો, 20 ફેબ્રુઆરી બાદ નોંધાયા સૌથી વધુ કેસ
વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર દેશમાં વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસે સરકારની ચિંતા વધારી છે.
Delhi Corona Update: વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર દેશમાં વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસે સરકારની ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 461 કેસ નોંધાયા છે.
Delhi reports 461 fresh #COVID19 cases, 269 recoveries, and two deaths in the last 24 hours.
— ANI (@ANI) April 16, 2022
Active cases 1262 pic.twitter.com/0RqZ9mocG5
સ્વાસ્થ્ય વિભાગના ડેટા અનુસાર, 20 ફેબ્રુઆરી પછી દિલ્હીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે 20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 570 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટીવીટી દર પણ સતત વધતો જોવા મળી રહ્યો છે.
દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટીવીટી દર પહેલાથી જ વધીને 5.33 ટકા થઈ ગયો છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, કોરોનાનો આ પોઝિટિવીટી દર 31 જાન્યુઆરી પછી સૌથી વધુ છે. રિપોર્ટ અનુસાર, 31 જાન્યુઆરીએ કોરોના વાયરસનો પોઝિટિવીટી દર 6.20 ટકા હતો.
1262 એક્ટિવ કેસની સંખ્યા
દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1262 થઈ ગઈ છે. જે 5 માર્ચ પછી સૌથી વધુ છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, 5 માર્ચે દિલ્હીમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 1350 હતી. દિલ્હીમાં વધતા COVID-19 કેસોને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા કહ્યું છે.
Term Insurance : જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ લઇ રહ્યાં છો તો આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો
Hanuman Jayanti: દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો, પથ્થરમારો અને તોડફોડ, ઘણા પોલીસકર્મી ઘાયલ
Fact Check : શું સરકાર તમારા બેન્ક ખાતામાં રૂ.2,67,000 ટ્રાન્સફર કરી રહી છે? જાણો વાયરલ મેસેજની સત્યતા
અમદાવાદમાં યલો એલર્ટ યથાવત, બે દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે