Fact Check : શું સરકાર તમારા બેન્ક ખાતામાં રૂ.2,67,000 ટ્રાન્સફર કરી રહી છે? જાણો વાયરલ મેસેજની સત્યતા
PIB Fact Check : હાલના દિવસોમાં એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર તમારા બેંક ખાતામાં 2,67,000 રૂપિયા જમા કરી રહી છે.
PIB Fact Check : કેન્દ્ર સરકાર દ્વારા ઘણી પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં સરકાર સીધા તમારા બેંક ખાતામાં પૈસા જમા કરાવે છે. હાલના દિવસોમાં એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર તમારા બેંક ખાતામાં 2,67,000 રૂપિયા જમા કરી રહી છે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો સાવધાન થઇ જાઓ.
સરકારી યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવે છે રકમ
આ મેસેજમાં લખ્યું છે કે આ રકમ સરકારી યોજના હેઠળ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ સાથે મેસેજમાં એક લિંક પણ આપવામાં આઈ છે અને તેને ખોલવા માટે કહેવામાં આવ્યું છે. જો તમને આવો કોઈ સંદેશ મળ્યો હોય તો તેને કોઈની સાથે શેર કરશો નહીં.
PIB એ ટ્વીટ કર્યું
પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા લખ્યું છે કે જો તમને પણ આવો કોઈ મેસેજ મળ્યો હોય, જેમાં લખ્યું છે કે સરકારી યોજના હેઠળ તમારા બેંક ખાતામાં 2,67,000 રૂપિયા જમા થયા છે... તો તમે આ મેસેજને અવગણો.
Did you also receive a message claiming that your bank account has been credited with Rs 2,67,000 under 'Govt Yojana'?#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) April 16, 2022
BEWARE!
▶️This Message is #FAKE!
▶️Government of India is not running any such scheme and is not associated with this text message. pic.twitter.com/5tYjsmi6IU
આવી યોજના સરકાર ચલાવી રહી નથી
PIBએ ફેક્ટ ચેક દ્વારા આ મેસેજની સત્યતા વિશે જાણવા મળ્યું છે. પીઆઈબીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. જો તમને આવો કોઈ મેસેજ મળ્યો હોય તો સાવધાન થઈ જાવ.
આ પ્રકારના મેસેજથી સાવધાન રહો
ફેક્ટ ચેક બાદ પીઆઈબીએ આ મેસેજને સંપૂર્ણ રીતે ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. આવા મેસેજ દ્વારા ગેરમાર્ગે દોરાઇને તમારી અંગત માહિતી અને પૈસા જોખમમાં મુકાઈ શકે છે.
તમે પણ કરાવી શકો છો Fact Check
જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા ફેક્ટ ચેકની તપાસ કરી શકો છો. આ માટે તમારે PIBની સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વીડિયોને WhatsApp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ મોકલી શકો છો.