Delhi Corona Update: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ, 3 લોકોના મોત
આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે. સોમવારના અહેવાલ મુજબ, 3 દર્દીઓના મોત પણ થયા છે અને 1,011 દર્દીઓ સાજા થયા છે.
![Delhi Corona Update: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ, 3 લોકોના મોત delhi reports 628 fresh corona cases and 3 deaths in the last 24 hours on monday Delhi Corona Update: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ, 3 લોકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/14/374e0007b8e1d8fcef16a0db4680eda4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Delhi Corona News: રાજધાની દિલ્હીમાં કોરોના ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો, ભલે કોરોનાના કેસ ઓછા છે પરંતુ પોઝીટીવીટી રેટ યથાવત છે. સોમવારે આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે. સોમવારના અહેવાલ મુજબ, 3 દર્દીઓના મોત પણ થયા છે અને 1,011 દર્દીઓ સાજા થયા છે.
હાલમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવનો દર 8.06 ટકા છે અને એક્ટિવ કેસની સંખ્યા 4,553 છે. આ પહેલા દિલ્હીમાં દરરોજ 1 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને ઘણા દિવસોમાં 1500 કેસ નોંધાયા છે. હાલમાં જો દિલ્હીમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 6657 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં શનિવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, કોરોનાના 666 નવા કેસ નોંધાયા હતા અને છ દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે દિલ્હીમાં કોરોનાના 1,447 કેસ હતા, જ્યારે પોઝીટીવીટી 5.98 ટકા હતો. દિલ્હીમાં કોરોનાના કેસોમાં વધારો થતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે, પરંતુ ડોકટરોએ જણાવ્યું હતું કે મોટાભાગના દર્દીઓ અન્ય રોગોથી પણ પીડિત છે.
ગુજરાતમાં કોરોનાના કેસ
ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે વધુ નવા 351 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 34,231 રસીના ડોઝ અપાયા હતા.
રાજ્યમાં આજે નોંધાયેલા 351 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશન 30, ગાંધીનગર કોર્પોરેશન 12, વલસાડ 11, જામનગર કોર્પોરેશન 9, નવસારી 9, સુરત 8, ભાવનગર કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)