શોધખોળ કરો

Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં 1375 નવા કેસ નોંધાયા

દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે બુધવારે દિલ્હીમાં કોરોનાના 1300 થી વધુ કેસ નોંધાયા છે

Delhi Corona Cases:  દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે બુધવારે દિલ્હીમાં કોરોનાના 1300 થી વધુ કેસ નોંધાયા છે. હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં કોરોનાના 1375 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. પોઝિટિવીટી રેટ વધીને 7.01 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 19 હજાર 622 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હેલ્થ બુલેટિન અનુસાર, એક્ટિવ કેસની સંખ્યા 3643 પર પહોંચી ગઈ છે.

મંગળવારે પણ દિલ્હીમાં કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે દિલ્હીમાં 1118 કેસ નોંધાયા હતા. છેલ્લી વખત 10 મેના રોજ એક હજારથી વધુ કેસ (1,118) નોંધાયા હતા, જ્યારે ચેપ દર 4.38 ટકા હતો અને એક દર્દીનું મૃત્યુ થયું હતું.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, આજે નવા 184 કેસ નોંધાયા, મહિનાઓ બાદ 1 દર્દીનું મોત થયું

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં આજે કોરોનાના નવા 184  કેસ નોંધાયા છે. બીજી તરફ 112 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે મહત્વનું છે કે આજે 1 કોરોના દર્દીનું મોત થયું છે. આજે સૌથી વધું કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,775 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 43,217 ડોઝ અપાયા હતા.

કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 91 કેસ, વડોદરા શહેરમાં 18 કેસ, સુરત શહેરમાં 16 કેસ, રાજકોટ શહેરમાં 10 કેસ, ગાંધીનગર શહેરમાં 7 કેસ, જામનગર શહેરમાં 2 કેસ, ભાવનગર શહેરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો કચ્છ, સુરત અને વલસાડમાં 4-4 કેસ, અમદાવાદ, ભરુચ, ગાંધીનગર, જામનગર, રાજકોટમાં 3-3 કેસ, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં 2-2 કેસ અને મહેસાણા, પંચમહાલમાં કોરોના વાયરસનો 1-1 કેસ નોંધાયો છે. 

આજે એક દર્દીનું મોતઃ
ઘણા સમયથી રાજ્યમાં કોઈ પણ દર્દીનું કોરોના વાયરસથી મોત નથી થયું ત્યારે આજે ઘણા મહિનાઓ બાદ ફરીથી કોરોના વાયરસથી દર્દીનું મોત નોંધાયું છે. અમદાવાદ શહેરમાં આજે એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે આજે રાજ્યમાં કુલ 112 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 991 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે અને 990 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,775 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. 

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget