Corona Spreading: આખા દેશમાં કોરોના સંક્રમણ ફેલાવવામાં દિલ્લી મોખરે, મુંબઇ બીજા નંબરે, જાણો ટોપ-10 શહેરના નામ
IISERએ તેમના આ પ્રોજેક્ટમાં મોબિલિટી ટ્રાન્સપોર્ટ ડાટાનો પણ પણ ઉપયોગ કર્યો છે. આ મુજબ, જો કોઈ અન્ય શહેરમાં કોરોના રોગચાળો ફેલાય તો આ શહેરોમાં કેટલું જોખમ હશે તેના આધારે તેમને સ્કોર આપવામાં આવ્યો છે.
IISERએ તેમના આ પ્રોજેક્ટમાં મોબિલિટી ટ્રાન્સપોર્ટ ડાટાનો પણ પણ ઉપયોગ કર્યો છે. આ મુજબ, જો કોઈ અન્ય શહેરમાં કોરોના રોગચાળો ફેલાય તો આ શહેરોમાં કેટલું જોખમ હશે તેના આધારે તેમને સ્કોર આપવામાં આવ્યો છે.
પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)એ શહેરને લઇને મેપ તૈયાર કર્યો છે. જ્યાં કોરોના મહામારીનું ઝડથી ફેલાવવાનો ખતરો છે. IISERની આ સ્ટડીમાં દિલ્લી સૌથી આગળ છે. ત્યારબાદ મુંબઇ, કોલકતા., બેગલોર, હૈદરબાદ અને ચેન્નઇનો નંબર આવે છે. પૂણે યાદીમાં 10માં સ્થાને છે. IISERએ તેમના મેપમાં દેશના એવા 46 શહેરોનું સ્થાન આપ્યું છે, જેની આબાદી એક લાખથી વધુ છે.
IISERના ફિઝિક્સ ડિપાર્મેન્ટમાં આ મેપને તૈયાર કરવા માટે એક ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક અને મોબિલિટી પેટર્નનો ઉપયોગ કરાયો છે. તેના અંતર્ગત જે શહેરની રેન્ક સૌથી ઓછી છે. ત્યાં મહામારી ફેલાવાનો ખતરો સૌથી વધુ છે. રિસર્ચ વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ શહેરમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખૂબ મોટી હોવાથી સંક્રમણ બહુ ઝડપી ફેલાય છે.
ટ્રાન્સપોર્ટ મોડ પર વધુ નિર્ભર કરે છે સંક્રમણનો ફેલાવો
IISER ના મુખ્ય શોધકર્તા એમએસ સન્થામને જણાવ્યું કે, વાયરસના સંક્રમણનો ફેલાવ એ વાત પર ઓછો નિર્ભર કરે છે તે કેટલું ખતરનાક છે અને તે પહેલા ક્યાં સ્થાને ફેલાયો છે. પરંતુ તેનો ફેલાવ એ વાત પર નિર્ભર કરે છે કે, તે શહેરનું ટ્રાન્સપોર્ટ મોડ કેવું છે. કારણે કે પરિવહન વ્યવહાર દ્રારા જ આ સંક્રમણ દૂર દૂર ફેલાય છે. કોરોના વાયરસ અને તેના પહેલા જે અન્ય સંક્રામક બીમારી આવી તેની સ્ટડી કર્યાં બાદ આ વાત સ્પષ્ટ થઇ છે.
IISERએ તેમના પ્રોજેક્ટમાં મોબિલિટી અને ટ્રાન્સપોર્ટ ડેટાનો ઉપયોગ કર્યો છે. જેના મુજબ કોઇ અન્ય શહેરમાં કોરોના મહામારી ફેલવા પર આ શહેર કેટલા રિસ્કમાં હશે તેના આઘારે તેને સ્કોર કરવામાં આવ્યો છે. ઉદાહરણ માટે જો પૂનામાં મહામારી ફેલાઇ તો મુંબઇ સંક્રમણ પૂણામાં પણ ફેલાશે. મહારાષ્ટ્રના સાતારા શહેર આ મામલે 19માં અને લાતૂર 50માં સ્થાન પર હશે.
ટ્રાન્સપોર્ટ બ્લોક કરીને રોકી શકાય છે સંક્રમણ
IISER ટીમના મુખ્ય સદસ્ય ઓકાર સાદેકરે કહ્યું કે, આ ખૂબ જ સરળ સિદ્ધાંત પર કામ કરે છે. લોકોનું એક સ્થાનથી બીજા સ્થાન પર જવું સંક્રમણ ફેલાવે છે. જો આપણે લોકોના રોજિંદા વાહનવ્યવહારની સ્થિતિને જાણી લઇએ તો આ સંક્રમણના ફેલાવની ભૌગોલિક સ્થિતિ વિશે જાણકારી મેળવી શકાય છે.
ટીમના અન્ય સદસ્ય સચિન જૈનના મુજબ, " જો એક શહેરમાં કોઇ સંક્રામક બીમારી આવે તો તેને બીજી શહેર સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગે છે. આ સમયની માહિતી મેળવીને આપણે અલગ અલગ શહેરની રેન્ક આપી શકીએ છીએ.જે શહેરમાં તેને ફેલાવનો સમય સૌથી વધુ હશે તેની રેન્ક સૌથી ઓછી હશે. આ સ્થાનની ઓળખ થતાં આપણે તેનો ઉપયોગ અહીની ટ્રાન્સપોર્ટ બ્લોક કરવા માટે કરી શકીએ છીએ. જેના કારણે સંક્રમણના ફેલાવને રોકી શકાય.