શોધખોળ કરો
દિલ્હી હિંસાઃ સરેન્ડર ના કરી શક્યો તાહિર હુસૈન, કોર્ટમાંથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી ધરપકડ
તાહિર હુસૈનના વકીલે કહ્યું કે કોર્ટ કોઇ ઓર્ડર આપી દે અથવા તો કોઇ બીજી કોર્ટમા અરજીને ટ્રાન્સફર કરી દે
નવી દિલ્હીઃ દિલ્હી હિંસા સાથે જોડાયેલા ત્રણ મામલાના આરોપી આપના કાઉન્સિલર તાહિર હુસૈનને દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે ધરપકડ કરી હતી. વાસ્તવમાં તાહિર આજે રાઉઝ એવેન્યૂ કોર્ટમાં સરેન્ડરની અરજી લગાવી હતી. જેના પર જજે કહ્યુ કે, આ અરજી પર સુનાવણીનો જ્યુરિડિક્શન થતું નથી અને અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તાહિરને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.
આ અગાઉ સરેન્ડર અરજી પર સુનાવણી દરમિયાન તાહિર હુસૈનના વકીલે કહ્યું કે કોર્ટ કોઇ ઓર્ડર આપી દે અથવા તો કોઇ બીજી કોર્ટમા અરજીને ટ્રાન્સફર કરી દે. જજે કહ્યુ કે આ અમારું જ્યૂરીડિક્શનમાં આવતું નથી. ત્યારબાદ તાહિર જેવો કોર્ટના પાર્કિંગમાં ગયો તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી.
આરોપી કાઉન્સિલર તાહિર હુસૈનને કારમાં બેસાડીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઇ હતી. તેને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઇ જવામાં આવ્યો જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સરેન્ડર અરજી દાખલ કર્યા બાદ જસ્ટિસે કહ્યુ કે, આ અમારો અધિકાર નથી. બાદમાં તેની અરજી ફગાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
Advertisement