Delta Variant: કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ વિશ્વના કેટલા દેશોમાં ફેલાયો ? WHO એ શું કહી મોટી વાત
ડો. પૂનમ સિંહે કહ્યું, કોરોનાના તમામ વેરિયંટ ચિંતાનું કારણ છે, ડેલ્ટા ઝડપથી ફેલાય છે.WHOના કોવિડ-19 વેક્સિન ગ્લોબલ એક્સેસ (કોવેક્સ) પ્રોગ્રામમાં ભારતે રસીના 7.5 મિલિયન ડોઝ આપ્યા છે.
Coronavirus:કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ હવે દુનિયાના 100થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સાઉથ ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલ સિંહે ડેલ્ટા પલ્સને અત્યાર સુધીનો સૌથી સંક્રમક વેરિયન્ટ ગણાવ્યો છે. જે વેક્સિનેટ થઇ ચૂકેલા લોકોને પણ ખૂબ જ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. તેમણે આ વેરિયન્ટને લઇને ચિંતા જાહેર કરી છે. .
ડો. પૂનમ સિંહે કહ્યું, કોરોનાના તમામ વેરિયંટ ચિંતાનું કારણ છે, ડેલ્ટા ઝડપથી ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવિડ-19 વેક્સિન ગ્લોબલ એક્સેસ (કોવેક્સ) પ્રોગ્રામમાં ભારતે મોર્ડનાની રસીના 7.5 મિલિયન ડોઝ આપ્યા છે.
India has been offered 7.5 million doses of Moderna vaccine through WHO's COVID-19 Vaccines Global Access (COVAX) program: Dr. Poonam Khetrapal Singh, Regional Director, WHO South-East Asia pic.twitter.com/RC7H1WajM2
— ANI (@ANI) July 19, 2021
આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે. તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા. જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 100થી દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.
દેશમાં ઘણાં દિવસો બાદ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 40000થી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 38 હજાર 164 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 38 હજાર 660 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી સવા ચાર લાખ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા ગઈકાલે દેશમાં 499 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યાર બાદ અત્યાર સુધી કોરોનાથી 4 લાખ 14 હજાર 108 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજાર 665 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી ત્રણ કરોડ 8 હજાર 456 લોકો ઠીક થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ત્રણ કરોડ 11 લાખ 44 હજાર 229 કેસ નોંધાયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારકી આપી છે કે, દેશમાં દરરોજનો પોઝિટિવીટી રેટ 2.61 ટકા છે. સારી વાત એ છે કે દૈનિક પોઝિટિવીટી રેટ સતત 28 દિવસથી 3 ટકાથી ઓછો છે. રિકવરી રેટ વધીને 97.32 ટકા થયો છે.