શોધખોળ કરો
Advertisement
જેના સમર્થનથી CM પદના શપથ લીધા હતા તે અજિત પવારના રાજીનામા પર ફડણવીસે શું આપ્યો જવાબ? જાણો
23 નવેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈને બધાને ચોંકાવ્યા હતા પરંતુ આજે અજિત પવારે રાજીનામું આપી દેતા ફડણવીસે પણ રાજીનામું આપી દીધું હતું.
મુંબઈ: જે અજિત પવારના સમર્થનથી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધાં હતા આજે તે અજિત પવારે જ પોતાના હથિયાર એઠા મુકી દીધાં હતા. તેમણએ નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. અજીત પવારના રાજીનામા બાદ ફડણવીસે પણ રાજીનામુ આપી દીધું હતું. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે અજિત પવારના રાજીનામાં બાદ અમારી પાસે પૂરતું સંખ્યાબળ નથી.
ફડણવીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું, અજિત પવારે મને મળીને કહ્યું તેઓ અંગત કારણોસર આ સરકારમાં નહીં રહી શકે અને તેથી તેમણે મને રાજીનામું આપ્યું. તેમના રાજીનામા બાદ બહુમત માટે જેટલા ધારાસભ્યો બીજેપીને જોઈએ તેટલા અમારી પાસે નથી. જે બાદ બીજેપીએ નિર્ણય લીધો કે અમારી પાસે બહુમત નથી અને તેથી રાજીનામું આપવાનો ફેંસલો લીધો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું તે બાદ 10 દિવસ સુધી ત્રણેય પક્ષો કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરી શક્યા નહોતા. જેનો હેતુ માત્ર બીજેપીને સત્તાથી દૂર રાખવાનો હતો. તેમની વૈચારિક ભૂમિકા એકબીજા સાથે મેળ નથી ખાતી. શિવસેનાનું હિંદુત્વ હવે સોનિયાજીના ચરણોમાં નતમસ્તક છે.
ફડણવીસે કહ્યું, મહારાષ્ટ્રની જનાતાએ 105 સીટ આપીને ભાજપને સૌથી વધારે સીટો આપી હતી. પરંતુ શિવસેનાએ બીજેપીને ધમકી આપી અને જે વાત નક્કી નહોતી તઈ તેને અમારા પર લાદી દીધી હતી. શિવસેના અમારી સાથે ચર્ચા કરવાના બદલે એનસીપી સાથે ચર્ચા કરતી હતી. અમે ક્યારેય અઢી-અઢી વર્ષ માટે સીએમનો વાયદો કર્યો નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement