શોધખોળ કરો
સત્તા ગુમાવતાની સાથે જ પૂર્વ CM ફડણવીસ પર કાર્યવાહી, નાગપુર પોલીસે પાઠવ્યું સમન્સ
ફડણવીસ નાગપુરના ધારાસભ્ય છે. ફડણવીસ પર ચૂંટણી સોગંદનામમાં બે ક્રિમિનલ મામલા છુપાવવાનો આરોપ છે.
![સત્તા ગુમાવતાની સાથે જ પૂર્વ CM ફડણવીસ પર કાર્યવાહી, નાગપુર પોલીસે પાઠવ્યું સમન્સ devendra fadnavis summoned by Nagpur court over hiding information in election affidavit સત્તા ગુમાવતાની સાથે જ પૂર્વ CM ફડણવીસ પર કાર્યવાહી, નાગપુર પોલીસે પાઠવ્યું સમન્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/29202326/fadnavis.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નાગપુરઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર પોલીસે ગુરુવારે સમન પાઠવ્યું છે. ફડણવીસ પર ચૂંટણી સોગંદનામમાં બે ક્રિમિનલ મામલા છુપાવવાનો આરોપ છે.
આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમા કૉંગ્રેસ-એનસીપી અને શિવસેનાના ગઠબંધનથી સરકાર બની છે. ફડણવીસ નાગપુરના ધારાસભ્ય છે. મેજિસ્ટ્રે્ટ કોર્ટે 1 નવેમ્બરે અરજી પર સુનાવણી શરૂ કરી હતી. જેમાં ફડણવીસ પર કથિત રીતે માહિતી છૂપાવવા માટેવા આરોપમાં ગુનાહિત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
વકીલ સતીશ ઉકેએ કોર્ટમાં અરજી દાખલ કરીને ફડણવીસ વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે વકીલની અરજી ફગાવી દેતા નીચલી કોર્ટમાં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. ફડણવીસ વિરુદ્ધ 1996 અને 1998માં છેતરપિંડી અને બનાવટના મામલા નોંધાયા હતા. પરંતુ બન્ને મામલામાં આરોપ નક્કી થયા નથી.
ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરે ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ સરકાર 80 કલાક જ ટકી હતી. શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની અરજી પર સુપ્રીમ કોર્ટે બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા જ નાયબ મુખ્યમંત્રીના પદ પરથી અજીત પવારના રાજીનામાં બાદ ફડણવીસે પણ રાજીનામું આપી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)