શોધખોળ કરો
Advertisement
ઢાકા હુમલાનો ભોગ બનેલી તારિષીના મૃતદેહને આજે ભારત લવાશે, ફિરોઝાબાદમાં થશે અંતિમ સંસ્કાર
નવી દિલ્હી: બાંગ્લાદેશના ઢાકાની રેસ્ટોરંટમાં આતંકી હુમલામાં ભોગ બનેલી ભારતીય યુવતી તારિષી જૈનનો મૃતદેહ આજે ભારત લાવવામાં આવશે. તારિષીના પરિવાર પ્રમાણે તારિષીનો અંતિમ સંસ્કાર યુપીના ફિરોઝાબાદમાં કરવામાં આવશે. ઢાકામાં આતંકી હુમલાનો શિકાર બનેલી તારિષીના મોત બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયેલો છે. તેમને કહ્યું હતું કે, પરિવાર ફરી તારિષીના મૃતદેહને ફિરોજાબાદ (ઉત્તરપ્રદેશ) લઈ જશે.
વિદેશ મંત્રીએ ટ્વિટર ઉપર પોસ્ટ કર્યું હતું કે, ‘આ એક ખરાબ હત્યાનો મામલો છે- એક અપ્રાકૃતિક મોત છે. અમુક કાયદાકીય કાર્યવાહી કરવાની બાકી છે.’ સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે, તારિષીનો મૃતદેહ સોમવારે વિમાન મારફતે દિલ્હી લાવવામાં આવશે. અને આ તારિષીના પિતાની સહમતિથી થઈ રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુસી બર્કલે યુનીવર્સિટીની વિદ્યાર્થી તારિષી ઢાકામાં રજાઓ મનાવવા ગઈ હતી. તેના પિતા બાંગ્લાદેશમાં છેલ્લા 15-20 વર્ષથી કપડાના બિઝનેસમાં કામ કરી રહ્યા છે.
સુષમા એ કહ્યું કે- દુ:ખની ઘડીમાં દેશ તારિષીના પરિવાર સાથે છે અને તેના માટે વિઝાની વ્યવસ્થા કરી નાંખવામાં આવી છે. ઢાકાના રાજનયિક વિસ્તારમાં સ્થિત હોલે આર્ટિજન બેકરી પર કરવામાં આવેલા આતંકી હુમલાના જવાબમાં કમાંડોએ જવાબી કાર્યવાહી શરૂ કરતાં પહેલા આતંકવાદીઓએ બેકરીની અંદર 8 ઈટાલી નાગરિકો, 7 જાપાની અને ભારતીય વિદ્યાર્થી સહિત 20 વિદેશી નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. કમાંડોએ કાર્યવાહીમાં 6 આતંકવાદીઓને માર્યા હતા અને એકને જીવતો પકડતાની સાથે બાંગ્લાદેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભયાનક આતંકી હુમલો પુરો થયો હતો.
તમને જણાવી દઈએ કે, ઢાકા હુમલામાં આતંકવાદીઓએ 19 વર્ષની તારિષી જૈનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તારિશી કેલિફોર્નિયામાં આવેલી બર્કલેમાં અભ્યાસ કરી રહી હતી. તે રજાઓ માણવા પોતાના માતા-પિતાને મળવા ઢાકા આવી હતી. તેને ઢાકાની અમેરિકન સ્કુલમાં અભ્યાસ કર્યો હતો. આતંકી હુમલા વખતે તે રેસ્ટોરંટની અંદર જમવા માટે ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion