'સનાતન ધર્મનો વિરોધ કરનારા લોકોનો થશે બહિષ્કાર', બાગેશ્વર ધામના પીઠાધીશ્વેર ધીરેન્દ્ર શાસ્ત્રીની ચેતાવણી
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાયપુરમાં એએનઆઇને કહ્યું- આવા લોકો આવતા રહે છે, અમારી પાસે બંધ રૂમ નથી તે (જે લોકોએ તેમને પડકાર ફેંક્યો છે) તેમને ખુદ આવીને જોવુ જોઇએ
Bageshwar Dham Dhirendra Shastri: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ મીડિયામાં ચર્ચામાં છે, તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. નાગપુરની એક સંસ્થા, અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિના સંસ્થાપકે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. વળી, આ તમામ આરોપોને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નકારી કાઢ્યા છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાયપુરમાં એએનઆઇને કહ્યું- આવા લોકો આવતા રહે છે, અમારી પાસે બંધ રૂમ નથી તે (જે લોકોએ તેમને પડકાર ફેંક્યો છે) તેમને ખુદ આવીને જોવુ જોઇએ. કોઇ પણ મારા શબ્દો અને કાર્યોને કેમેરા પર પડકારી શકે છે..... લાખો લોકો બાગેશ્વર બાલાજીના દરબારમાં આવીને બેસે છે, જે મને પ્રેરિત કરશે, હું લખીશ અને જે લખીશ, તે સત્ય જ હશે. મને પોતાના ભગવાન પર વિશ્વાસ છે.
ચિઠ્ઠીમાં ભવિષ્ય કેવી રીતે લખે છે બાબા ?
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર એક ચિઠ્ઠી પર તેમના ભક્તોનુ ભવિષ્ય પણ બતાવી દે છે. જ્યારે આના પર તેમને સવાલો પુછવામાં આવ્યા તે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું - ઇશ્વર, અમારા ગુરુઓની કૃપા અને સનાતન ધર્મના મંત્રીઓની શક્તિથી મે કૌશલ્ય પ્રાપ્ત કર્યુ છે, તમામે આનો અનુભવ કરવો જોઇએ, આ સત્ય સનાતન ધર્મની ઉદઘોષણા છે.
'સનાતન ધર્મની વિરુદ્ધ બોલાનારાઓનું......'
એવુ પુછવ પર કે શું તમારી છબિને ખરાબ કરનારા અને તેમની શક્તિઓ પર સવાલ ઉઠાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. તેમને કહ્યું- તેમને મારી છબી ખરાબ કરી છે, બાગેશ્વર ધામના લાકો તેમને ઉચિત જવાબ આપશે, સનાતન ધર્મની વિરુદ્ધ બોલનારાઓનો બહિષ્કાર કરવામાં આવશે.
'તેમને સબક શીખવાડવો પડશે'
કથિત ધર્માંતરણ પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું- અમે હિન્દુઓને જન્મના સમયે પ્રાપ્ત ધર્મમાં પાછા લાવવાનું કામ કરી રહ્યાં છીએ, કેટલાક ઉપદ્રવ પેદા કરી રહ્યાં છે, તેમને સબક શીખવાડવો પડશે. જ્યાં સુધી હું જીવીત છું, હું તમામ સનાતની હિન્દુઓને પોતાના ધર્મ તરફ પાછો લઇને આવીશ.
Wrestlers Protest Ended: રમત મંત્રીના આશ્વાસન બાદ પહેલવાનોના ધરણાં ખતમ, WFI ચીફ વિરુદ્ધ કમિટી કરશે તપાસ
Wrestlers Protest Ended after meeting with Anurag Thakur: દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા પહેલાવાનોનું પ્રદર્શન ખતમ થઇ ગયુ છે, રમત મંત્રી અને પહેલવાનોની કાલ મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં એક મોટો નિર્ણય સામે આવ્યો. જેમાં પહેલવાનોએ પોતાના પ્રદર્શનને ખતમ કરવાનું એલાન કરી દીધુ. આની સાથે જ એક કમિટીની જાહેરાત કરવામાં આવી જે 4 અઠવાડિયામાં પોતાનો રિપૉર્ટ સોંપશે.
પહેલાવાનોના ફરિયાદના સમાધાનના પહેલા પગલા અંતર્ગત નિશાન પર આવેલા ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ)ના અધ્યક્ષ વૃજભૂષણ શરણસિંહ અધ્યક્ષને પદની જવાબદારીથી અલગ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરની સાથે બીજી મુલાકાતમાં ગતિરોધ દુર થવા પર વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને રવિ દહિયા સહિત અન્ય પહેલવાનોએ પોતાના ધરણાં ખતમ કરવાનો ફેંસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમને ભારતીય કુસ્તી મહાસંઘ અને તેના અધ્યક્ષ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.