મ્યુકોરમાયકોસિસ સ્ટેરોઈડના કારણે નહીં પણ આ દવાના કારણે થાય છે ? મેડિકલ નિષ્ણાતોએ આપી શું ચેતવણી ?
ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં 2 હજાર 281 કેસ નોંધાયા તો બિન સત્તાવાર રીતે 5 હજારથી વધુ કેસ છે. ગુજરાત બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં સરકારી ચોપડે 2 હજાર કેસ નોંધાયા છે.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. કેંદ્રના સતાવાર આંકડા જોવા જઈએ તો દેશમાં બ્લેક ફંગસથી 8 હજાર 848 લોકો શિકાર થયા છે. હાલ દેશના 14 રાજ્યોએ મ્યુકરમાઈકોસિસને મહામારી ઘોષિત કરી છે. શનિવારે ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.
ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં 2 હજાર 281 કેસ નોંધાયા તો બિન સત્તાવાર રીતે 5 હજારથી વધુ કેસ છે. ગુજરાત બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં સરકારી ચોપડે 2 હજાર કેસ નોંધાયા છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો કે સ્ટિરોયડનો બેફામ ઉપયોગ અટકે તો બ્લેક ફંગસના કેસો અટકાવી શકાય. નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલે કહ્યું કે આપણે મ્યુકરમાઈકોસિસ સામે લડવાનું છે આ રોગ હવે મહામારી બની ચૂક્યો છે. વધુમાં કહ્યું કોરોનાને હરાવવામાં સ્ટિરોયડ વંડર ડ્રગ્સ છે. પરંતું તેનો વધુ પડતો ઉપયોગ મ્યુકરમાઈકોસિસ જેવી મહામારી નોતરી શકે છે.
આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડો.રાજીવ જયદેવને કહ્યું કે, શરીરમાં ઝિંક અને આયરન જેવી ધાતુની હાજરી બ્લેક ફંગસ માટે યોગ્ય વાતાવરણ ઉભું કરે છે. ઝિંક અને બ્લેક ફંગસ વચ્ચે સંબંધની તપાસ થવી જોઈએ. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયામાં લાઇફ કોર્સ એપિડેમિયોલોજીના પ્રમુખ પ્રોફેસર ગિરિધર બાબુએ જણાવ્યું કે, બ્લેક ફંગસની મહામરી માટે અનેક પ્રકારના તર્ક આપવામાં આવી રહ્યા છે. બ્લેક ફંગસની તપાસ કોઈ સારા માઈકોલજીસ્ટ અને બાયો મિકેનિકલ એન્જિનિયરોની એક ટીમથી આના કારણોની તપાસ કરાવવી જોઈએ.
બે-ત્રણ સપ્તાહ સુધી એક જ માસ્કનો ઉપયોગ કરતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે મ્યુકરમાઈકોસિસ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે કયા નેતાઓ છે રેસમાં ? જાણો મોટા સમાચાર