શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીઃ ડોક્ટર અને નર્સ સહિત ગંગારામ હોસ્પિટલના 108 સ્વાસ્થ્યકર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરાયા
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના 108 સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરાયા છે. જેમાંથી 23 લોકો હોસ્પિટલમાં ભરતી છે અને 85 પોતાના ઘરમાં આઇસોલેશનમાં છે. જેમાં ડોક્ટર પણ સામેલ છે
નવી દિલ્હીઃદિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના 108 સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરાયા છે. જેમાંથી 23 લોકો હોસ્પિટલમાં ભરતી છે અને 85 પોતાના ઘરમાં આઇસોલેશનમાં છે. જેમાં ડોક્ટર પણ સામેલ છે. હોસ્પિટલમાં ભરતી બે કોરોના સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બંન્ને દર્દીઓને આરએમએલ હોસ્પિટલ મોકલવામાં આવશે.
દિલ્હીની મહારાજ અગ્રસેન હોસ્પિટલમાં પણ શુક્રવારે મોડી રાત્રે કોરોના વાયરસના પોઝિટીવ દર્દીનું મોત થયું હતુ. આ સાથે જ દિલ્હીમાં અત્યાર સુધીમાં મરનારાઓની સંખ્યા 7 થઇ ગઇ છે. હોસ્પિટલે કહ્યું કે, દર્દીના સંપર્કમાં આવનારા તમામ ડોક્ટરો, નર્સ અને અન્ય સ્ટાફને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion