PM Modi પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટરીને શેર કરનાર ટ્વિટને બ્લોક કરવાનો આદેશ
Documentary on 2002 Gujarat riots કેન્દ્ર સરકારે બીબીસી ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”ના પ્રથમ એપિસોડ શેર કરતા યુટ્યુબ વીડિયો અને ટ્વીટ્સને બ્લોક કરી દીધા છે.
BBC documentary "India: ધ મોદી ક્વેશ્ચન”માં પીએમ મોદીની ટીકા કરતો પ્રથમ એપિસોડને શેર કર્યો હતો. આ યુટ્યુબ વીડિયો અને ટ્વીટ્સને બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ મામલે માહિતી અને પ્રસારણ મંત્રાલયે નિર્દેશ જારી કર્યા છે. જેમા વડાપ્રધાન મોદીનીની ટીકી કરતા આ વિડિયોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
બીબીસી ડોક્યુમેન્ટ્રીને બ્લોક કરવાનો આદેશ
કેન્દ્ર સરકારે બીબીસી ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”ના પ્રથમ એપિસોડ શેર કરતા યુટ્યુબ વીડિયો અને ટ્વીટ્સને બ્લોક કરી દીધા છે. આ મામલે માહિતી અને પ્રસારણ મંત્રાલયે નિર્દેશ જારી કર્યા છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી છે. કેન્દ્રએ ટ્વિટરને યુટ્યુબ વિડિયો સાથે બીબીસી ડોક્યુમેન્ટરીની વીડિયો લિંક શેર કરતી 50 થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુટ્યુબને પણ સૂચના આપવામાં આવી છે કે જો વીડિયો તેના પ્લેટફોર્મ પર ફરીથી અપલોડ થાશે તો તેને બ્લોક કરી દેવામાં આવશે.
IT નિયમો 2021 હેઠળ પગલાં લેવાયા
માહિતી અને પ્રસારણ સચિવે આઈટી નિયમો, 2021 હેઠળ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. જેનું YouTube અને Twitter બંનેએ પાલન કર્યું છે. નોંધનીય છે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી), યુકેના રાષ્ટ્રીય પ્રસારણકર્તા, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પર હુમલો કરતી દસ્તાવેજી શ્રેણીની બે શ્રેણીનું પ્રસારણ કર્યું હતું, જેણે વિવાદને વેગ આપ્યો હતો. વિવાદ બાદ આ વીડિયોને અનેક પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો છે.
ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપતુ હોવાનો આક્ષેપ
મંત્રાલયે કહ્યું કે બીબીસીએ દ્વારા બનાવવામાં આવેલ આ ડોક્યુમેન્ટ્રીને કેટલીક યુટ્યુબ ચેનલે અપલોડ કરી છે. તે ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે આવુ કર્યં હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલય સહિત ગૃહ મંત્રાલય અને માહિતી પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ડોક્યુમેન્ટરીની તપાસ કરી છે. ડોક્યુમેન્ટરીની આ તપાસમાં જાણવા મળ્યું છે કે તે PM મોદીની છબીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને તેમા ભારત વિરોધી પાયાવિહોણી વાતોને પ્રોત્સાહન કરવામાં આવ્યું છે. જેના લીધે માહિતી અને પ્રસારણ મંત્રાલયે નિર્દેશ જારી કરી બીબીસી ડોક્યુમેન્ટ્રીને શેર કરનાર ટ્વિટને બ્લોક કરવાનો આદેશ કર્યો છે.