શોધખોળ કરો

મોદી સરકારે સામાન્ય લોકોને આપી મોટી રાહત, જાણો શું કરી મોટી જાહેરાત

નેશનલ અને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસેન્સની ફી,ફિટનેસ સર્ટીફિકેટ,રજીસ્ટ્રેશન ફી સહિત તમામ કામો માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

નવી દિલ્હી: જો તમારી પાસે કોર્મશિયલ વાહન છે અને અત્યાર સુધી તમે તેનું ફિટનેસ સર્ટીફિકેટ નથી લીધુ તો લોકડાઉનમાં તમારા માટે રાહતના સમાચાર છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ફરી એકવાર દેશના વાહનચાલકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી સંબંધિત દસ્તાવેજોની માન્યતા 31 જુલાઈ સુધી વધારી દીધી છે. નેશનલ અને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસેન્સની ફી,ફિટનેસ સર્ટીફિકેટ,રજીસ્ટ્રેશન ફી સહિત તમામ કામો માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેમાં લોકોએ ફી તો જમા કરી છે પરંતુ લોકડાઉનના કારણે પ્રક્રિયા પૂર્ણ નથી થઈ રહી. આ સિવાય આરટીઓ જઈ લોકો ફી પણ જમા નથી કરી શકતા. મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે 1લી ફેબ્રુઆરીથી બાકી રહેલા વાહનોના દસ્તાવેજોના નવીનીકરણની માન્યતા 31 જુલાઇ સુધી લંબાવાશે. એટલે કે આ સમયગાળા દરમિયાન ડ્રાઈવિંગ લાયસન્સ કે વાહન નોંધણી કરાવવાથી કોઈપણ વિલંબ ફી અથવા અન્ય પ્રકારનો દંડ ભરવો પડશે નહીં. મોદી સરકારે સામાન્ય લોકોને આપી મોટી રાહત, જાણો શું કરી મોટી જાહેરાત મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ સુવિધા માત્ર તે ડ્રાઇવરોને મળશે જેમણે 1લી ફેબ્રુઆરીએ અથવા ત્યારબાદ તેને લગતા ડોક્યુમેન્ટના નવીનીકરણ માટે ફી જમા કરાવી છે પણ કોરોના વાયરસને કારણે તેઓ દસ્તાવેજનું નવીનીકરણની કામકાજ પુરુ કરાવી શક્યા નથી. આ પહેલા લોકડાઉનના કારણે પરિવહન મંત્રાલયે 30 માર્ચ જાહેર કરેલા આદેશમાં કહ્યું હતું કે જો કોઈનું લાઈસન્સ અથવા અન્ય કોઈ દસ્તાવેજ 1 ફેબ્રુઆરી અથવા તે પછી રિન્યૂ કરવાનું હતું તો તે 30 જૂન સુધી માન્ય ગણાશે. યૂઝર આ સુવિધા અનુસાર આ દરમિયાન ગમે ત્યારે તેને રિન્યૂ કરાવી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત

Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Vastu Tips: સારો પગાર છતાં નથી બચતા પૈસા? આ વાસ્તુ ટિપ્સ અપાવશે ધન લાભ!

US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ

IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર

Weather Forecast: દેશના આ રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડીની આગાહી, તો 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Embed widget