શોધખોળ કરો
ડ્રગ્સ કેસ: NCBના સમન્સ બાદ કઈ ટોચની અભિનેત્રી ગોવાથી મુંબઈ પહોંચી, પતિ પણ જોવા મળ્યો સાથે
Drugs Case, Bollywood Actress Deepika Padukone, Deepika husband Ranveer Singh, Deepika Padukone in Goa, Goa Airport, Mumbai Airport, NCB

મુંબઈ: હાલ સમગ્ર દેશમાં ડ્રગ્સ કેસની ચર્ચા ચાલી રહી છે ત્યારે અભિનેત્રી દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ પરત આવી છે. દીપિકાની સાથે રણવીર સિંહ પણ જોવા મળ્યો હતો. તેના ચહેરાને જોતાં એવું લાગતું હતું કે તેને ડર હોય. ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરે પૂછપરછ કરશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બોલિવૂડમાં એ-લિસ્ટેડ એક્ટ્રેસિસમાં સામેલ છે. હાલમાં દીપિકા ગોવામાં શૂટિંગ અર્થે ગઈ હતી.
દીપિકાના મુંબઈ પહોંચતા પહેલા તેના ઘરની બહાર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, દાદર પોલીસ સ્ટેશનની એક ટીમ સુરક્ષાના કારણોસર પ્રભાદેવીમાં બ્યોમોન્ડે ટાવર્સની બહાર તૈનાત કરવામાં આવી છે. જ્યાં દીપિકાનો એપાર્ટમેન્ટ છે.
એનસીબીની તપાસમાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સનું નામ સામે આવ્યું છે. તમામ સેલેબ્સને સમન્સ મોકલવામાં આવ્યા છે.
દીપિકા પાદુકોણને એનસીબી દ્વારા 25 સપ્ટેમ્બરે હાજર થવાની નોટિસ આપી હતી પરંતુ હવે અહેવાલ છે કે દીપિકા એનસીબી સામે 26 સપ્ટેમ્બરે હાજર થશે. રકુલ પ્રીત આવતીકાલે એનસીબી સામે હાજર થશે, જ્યારે સારા અને શ્રદ્ધા કપૂર 26 સપ્ટેમ્બરે હાજર થશે. સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સીબીઆઈ દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયાએ અનેક નામોનો ખુલાસો કર્યો હતો. તેના બાદ પૂછપરછ કરતા એક પછી એક અનેક નામનો ખુલાસો ડ્રગ્સ કેસમાં થઈ રહ્યો છે. આ મામલે એનસીબી સતત બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સમન્સ પાઠવી રહી છે.#WATCH Deepika Padukone along with Ranveer Singh arrives at Goa Airport, Panaji
— ANI (@ANI) September 24, 2020
According to NCB, Padukone has submitted to join the investigation on 26th September, in connection with a drug case related to Sushant Singh Rajput death pic.twitter.com/wN8bOcYn6s
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement