મુંબઇના પોર્ટથી દિલ્હી પોલીસે જપ્ત કર્યુ 22 ટન હેરોઇન, 1700 કરોડ રૂપિયાથી વધુ છે કિંમત
એક રિપોર્ટ અનુસાર મોટી માત્રામાં હેરોઈન મળવાના આ કેસના તાર નાર્કો ટેરર સાથે જોડાયેલા છે
નવી દિલ્હી: મુંબઈના નવા શેવા પોર્ટ પરથી 20 ટનથી વધુ હેરોઈન કોટેડ Licorice ઝડપાયું છે. દિલ્હી પોલીસે હેરોઈનનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપ્યો છે. ઝડપાયેલા હેરોઈનની કિંમત લગભગ 1700 કરોડ રૂપિયા કરતા વધુ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ કાર્યવાહી કરી હતી.
In one of the biggest seizures of Heroin, a container having 22 tonnes approx of Licorice coated with Heroin was seized from a container at Nava Sheva Port, Mumbai. The value of the Heroin seized is Rs 1,725 Crores in the international market: Delhi Police Special Cell pic.twitter.com/kJaLA2CDYL
— ANI (@ANI) September 21, 2022
એક રિપોર્ટ અનુસાર મોટી માત્રામાં હેરોઈન મળવાના આ કેસના તાર નાર્કો ટેરર સાથે જોડાયેલા છે. થોડા દિવસો પહેલા સ્પેશિયલ સેલે બે અફઘાનીઓની ધરપકડ કરીને નાર્કો ટેરરનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે સ્પેશિયલ સેલે 1200 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. પૂછપરછ દરમિયાન અફઘાન નાગરિકોએ ખુલાસો કર્યો હતો કે આ ડ્રગ મુંબઈ બંદરે પણ કન્ટેનરમાં હતું.
આ પછી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. મુંબઈના નવા શેવા પોર્ટ પરથી પોલીસે એક કન્ટેનરમાંથી 1700 કરોડનું હેરોઈન જપ્ત કર્યું છે. હેરોઈનનું સોલ્યુશન બનાવીને દારૂ પર રેડવામાં આવતું હતું. આશરે 20 ટન હેરોઈન કોટેડ દારૂ ઝડપાયો છે.
Total value of heroin seized was approx Rs 1,725 crores. The container was transported to Delhi. This seizure indicates how narco terror is impacting our country & international players are using different methodologies to push drugs into our country: HGS Dhaliwal, Special CP https://t.co/nyf9Id0eg3 pic.twitter.com/1GSrTJtsOY
— ANI (@ANI) September 21, 2022
દિલ્હી પોલીસે કાલિંદી કુંજ વિસ્તારમાંથી બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ બાદ દિલ્હી, ગ્રેટર નોઈડા અને લખનઉમાંથી 1200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સના પૈસા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને આપવાના હતા. તેથી તેને નાર્કો ટેરરનો મામલો ગણીને પોલીસે બંને આરોપીઓ સામે UAPA હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. હવે એ જ આરોપીએ ડ્રગ્સ ભરેલા કન્ટેનરની જાણકારી આપી હતી.
સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે કહ્યું હતું કે જપ્ત કરાયેલ હેરોઈનની કુલ કિંમત લગભગ 1,725 કરોડ રૂપિયા છે. કન્ટેનર દિલ્હી લાવવામાં આવ્યું છે. આ રિકવરી એ સ્પષ્ટ કરે છે કે નાર્કો ટેરર આપણા દેશને કેવી રીતે અસર કરી રહ્યો છે. વિશ્વના ડ્રગ ડીલરો આપણા દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે.
મુંબઈના નવા શેવા પોર્ટ પરથી જે કન્ટેનરમાંથી આશરે 1700 કરોડનું હેરોઈન ઝડપાયું છે તે એક વર્ષથી વધુ સમયથી ત્યાં રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં પકડાયેલા બે અફઘાન નાગરિકોની પૂછપરછ બાદ જાણ કાર્યવાહી કરાઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સિન્ડિકેટમાંથી અત્યાર સુધીમાં 3000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસ કન્ટેનરને મુંબઈના નવા શેવા પોર્ટથી દિલ્હી લાવી છે. આ કન્ટેનરમાં 20 હજાર ટન હેરોઈન કોટ દારૂનો જથ્થો છે. હેરોઈનનું વજન 325 કિલોથી વધુ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજીત 1725 કરોડ રૂપિયા છે. અફઘાનિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ દુબઈ થઈને મુંબઈ પહોંચ્યું હતું. આ કન્ટેનર ગયા વર્ષે 21 જૂનથી મુંબઈમાં રાખવામાં આવ્યું હતું.
હકીકતમાં આ મહિનાની 6 તારીખે દિલ્હી પોલીસે કાલિંદી કુંજમાંથી બે અફઘાન નાગરિકો મુસ્તફા અને રહીમુલ્લાહની ધરપકડ કરી હતી. બંને 2016થી ભારતમાં રહેતા હતા.તપાસમાં જાણવા મળ્યું છે કે ભારતના ઘણા શહેરોમાં ડ્રગ્સ સપ્લાય થવાનું હતું. ડ્રગ્સના પૈસા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને જવાના હતા. ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને દુબઈમાં બેઠા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના મુદ્રા પોર્ટ સહિત અનેક બંદરો પરથી હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે એક મોટી નાર્કો-ટેરર સિન્ડિકેટ છે જે વિવિધ બંદરો પર નશીલા પદાર્થો મોકલે છે.