શોધખોળ કરો
Advertisement
Coronavirus: કેબિનેટ બેઠકમાં એકબીજાથી દૂર બેઠા મોદી અને તેમના મંત્રી, અમિત શાહે શેર કરી તસવીર
PM મોદી સતત સામાજિક અંતર જાળવવાની અપીલ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેબિનેટ મંત્રીઓ સામેલ થયા હતા. પીએમ મોદી અને તમામ મંત્રીઓએ એકબીજાથી અંતર જાળવી રાખ્યું હતું. તમામ લોકો અંતર જાળવીને મુકવામા આવેલી ખુરશીઓ પર બેઠા હતા.
અમિત શાહે શેર કરી તસવીર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટર પર કેબિનેટ બેઠકની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે, સામાજિક અંતર જાળવવું સમયની માંગ છે. અમે આ સુનિશ્ચિત કરીએ છીએ. શું તમે કરો છો?
PM મોદી સતત સામાજિક અંતર જાળવવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આમ કર્યુ નહોતું. ગઈકાલે રાતે પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરીને 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 562 પર પહોંચી ગઈ છે, જ્યારે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.Social distancing is need of the hour. We are ensuring it... Are you? Picture from today’s cabinet meeting chaired by Hon’ble PM @narendramodi ji.#IndiaFightsCorona pic.twitter.com/Lr76lBgQoa
— Amit Shah (@AmitShah) March 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion