(Source: ECI/ABP News/ABP Majha)
Earthquake: જમ્મુ-કાશ્મીરમાં ધરતી ધ્રુજી, 3.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા
થોડાક દિવસો પહેલા દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, મેઘાલમાં કાલે (16 ફેબ્રુઆરી)એ 3.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો,
Jammu Kashmir Earthquake: જમ્મુ-કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આજે (17 ફેબ્રુઆરી)એ સવારે 5:01 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા, રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, રિેએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી. જોકે, આ ભૂકંપના કારણે હજુ સુધી કોઇ માલ-જાનને નુકશાન નથી પહોંચ્યુ.
થોડાક દિવસો પહેલા દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, મેઘાલમાં કાલે (16 ફેબ્રુઆરી)એ 3.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના એક રિપોર્ટ અનુસાર ભૂકંપ સવારે લગભગ 9 વાગીને 26 મિનીટ પર આવ્યો હતો અને આનું કેન્દ્ર પૂર્વી ખાસ હિલ્સમાં 46 કિલોમીટરની ઉંડાણ પર હતું.
An earthquake with a magnitude of 3.6 on the Richter Scale hit 97 km East of Katra, Jammu and Kashmir, today at 5:01 am IST: National Centre for Seismology pic.twitter.com/Gmv0giTHpx
— ANI (@ANI) February 17, 2023
બીજે ક્યાં અનુભવાયા ભૂકંપના ઝટકા ?
ભૂકંપ શિલૉન્ગ, પૂર્વી ખાસી હિલ્સ જિલ્લા મુખ્યાલય, રિ-ભોઇ અને આસામના કામરૂપ મેટ્રૉપૉલિટન જિલ્લાના કેટલાક ભાગોમાં અનુભવાયો. ભૂકંપથી કોઇને નુકશાન થયાનો રિપોર્ટ નથી.
Earthquake :તુર્કી સીરિયા બાદ ન્યુઝીલેન્ડની ધરા ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 6.1ની મપાઇ તીવ્રતા -
Earthquake :તુર્કી સીરિયા બાદ હવે ન્યુઝીલેન્ડની ધરા ધ્રૂજી છે. ન્યુઝીલેન્ડમાં આજે રોજ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. EMSCની માહિતી અનુસાર, લોઅર હટના નોર્થ વેસ્ટની પાસે 78 કિમી ઉત્તર-પશ્ચિમમાં તેનું એપિસેન્ટર હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્ર્તા 6.1 માપવામાં આવી છે. ભૂકંપને લઇને કેટલું નુકસાન થયું તે અંગેના હજુ કોઇ અહેવાલ મળ્યાં નથી. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે હજારોની સંખ્યામાં લોકોનો ભોગ લઇ લીધો હતો.
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપ વેલિંગ્ટન નજીક લોઅર હટથી 78 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. સરકારી સિસ્મિક મોનિટર જિયોનેટે જણાવ્યું હતું કે આંચકા 48 કિમી (30 માઇલ) ની ઊંડાઈએ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પરાપરમુ શહેરથી 50 કિમી દૂર હતું.
જિયોનેટ અનુસાર, સમગ્ર દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે થયેલા નુકસાનની હજુ સુધી જાણકારી મળી શકી નથી. આ આંચકો એવા સમયે આવે છે જ્યારે ન્યુઝીલેન્ડ પહેલાથી જ ચક્રવાત ગેબ્રિયલના કારણે થયેલા વિનાશથી ઝઝૂમી રહ્યું છે. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 10,500થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા.