CM Hemant Soren Disqualification: ઝારખંડના CM હેમંત સોરનનું સભ્યપદ સસ્પેન્ડ, ચૂંટણી પંચનો મોટો નિર્ણય: સૂત્ર
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગ્યો છે
CM Hemant Soren Disqualification: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાસ્તવમાં ચૂંટણી પંચે ઝારખંડના સીએમ હેમંત સોરેનની સદસ્યતા રદ કરવા માટે રાજ્યપાલને ભલામણ મોકલી છે. ચૂંટણી પંચે ઓફિસ ઓફ પ્રોફિટ હોવાના આરોપો પર પોતાનો અભિપ્રાય મોકલ્યો છે.
Jharkhand Raj Bhawan has received the opinion of Election Commission of India on Chief Minister Hemant Soren on the office of profit matter: Sources
— ANI (@ANI) August 25, 2022
(file pic) pic.twitter.com/8BfduNVR8s
ચૂંટણી પંચે આ ભલામણ સોરેને એક માઇન પોતાના નામે કરાવવા મામલે કરી છે. રાજ્યપાલ રમેશ બૈસ બપોરે 12 વાગ્યે દિલ્હીથી રવાના થશે અને લગભગ 2 વાગ્યે રાંચી પહોંચશે. લગભગ ત્રણ વાગ્યા સુધીમાં ગેઝેટમાં પ્રસિદ્ધ થશે.
શું છે સમગ્ર મામલો?
ભાજપનો આરોપ છે કે હેમંત સોરેને પોતાને જ પથ્થરની માઇનિંગની લીઝ ફાળવી હતી. ભાજપે તેને ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. ભાજપે ઓફિસ ઓફ પ્રોફિટ અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 9એનો હવાલો આપીને હેમંત સોરનનું સભ્યપદ રદ કરવાની માંગ કરી હતી કારણ કે હેમંત પાસે રાજ્ય કેબિનેટમાં ખાણ-ફોરેસ્ટ મંત્રીનો હવાલો છે.
વાસ્તવમાં માહિતીના અધિકાર (RTI) માટે કામ કરનાર શિવશંકર શર્માએ ખાણ કૌભાંડની તપાસ CBI અને ED મારફતે કરવાની માંગણી સાથે બે PIL દાખલ કરી હતી. આરોપ છે કે હેમંત સોરેને પોતાના પદનો દુરુપયોગ કરીને સ્ટોન ક્વેરી માઇન્સ પોતાને જ ફાળવી દીધી હતી. સોરેન પરિવાર પર શેલ કંપનીમાં રોકાણ કરીને મિલકત એકઠી કરવાનો પણ આરોપ છે.
હવે ઝારખંડમાં શું થશે?
ઝારખંડમાં સરકાર ચલાવી રહેલ ઝારખંડ મુક્તિ મોરચા પણ હવે હેમંત સોરેનના વિકલ્પ પર ચર્ચા કરી રહી છે. માનવામાં આવે છે કે સીએમ પદ સોરેન પરિવાર પાસે જ રહેશે. ભાજપે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે હેમંત વિકલ્પ તરીકે તેની પત્ની કલ્પના સોરેનનું નામ આગળ કરી શકે છે.
આ પણ વાંચોઃ
ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે
Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો
Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ