શોધખોળ કરો
Advertisement
ઇકબાલ મિર્ચીઃ DHFLના CMD કપિલ વધાવનની EDએ કરી ધરપકડ
આ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કપિલ વધાવને ડીલ સંબંધિત કેટલાક દસ્તાવેજ જમા કરાવ્યા હતા.
નવી દિલ્હીઃ ઇકબાલ મિર્ચી મામલામાં ઇડીને મોટી સફળતા મળી છે. ઇડીએ સોમવારે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના પ્રમોટર ધીરજ વધાવનના ભાઇ કપિલ વધાવનની ધરપકડ કરી છે. DHFL એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે અને કપિલ વધાવન તેના મુખ્ય મેનેજિંગ ડિરેક્ટર છે. ઇડીએ કપિલ વધાવનની સાત દિવસની કસ્ટડી માંગી છે. તાજેતરમાં જ ઇડીએ વોન્ટેડ ક્રિમિનલ ઇકબાલ મિર્ચી સાથે સંબંધોને લઇને કપિલ વધાવનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કપિલ વધાવને ડીલ સંબંધિત કેટલાક દસ્તાવેજ જમા કરાવ્યા હતા.
ડીએચએફએલ સંબંધિત કંપનીઓ અને તેના અધિકારીઓ તપાસના ઘેરામાં છે. ધીરજ વધાવન જે કપિલ વધાવનનો ભાઇ છે અને ડીએચએફએલના બિન કાર્યકારી ડિરેક્ટર છે. તેમનું નામ પણ મુંબઇના વર્લીમાં ઇકબાલ મિર્ચીની સંપત્તિઓની ડીલના સંબંધમાં ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓમાં આવ્યું હતું. નોધનીય છે કે ધરપકડ કરાયેલ આરોપી હુમાયૂં મર્ચન્ટ અને રણજીત સિંહ બિન્દ્રાને પૂછપરછ માટે ધીરવ વધાવનનું નામ સામે આવ્યું હતું.Kapil Wadhawan, Chairman and Managing Director of Dewan Housing Finance Ltd (DHFL) sent to two day Enforcement Directorate (ED) custody by an ED Court in connection with a money-laundering probe against dead gangster Iqbal Mirchi and others. https://t.co/QxkO7zoLFU
— ANI (@ANI) January 27, 2020
ઇકબાલ મિર્ચીના નજીક સહયોગી હુમાયૂંએ એક સ્પેશ્યલ કોર્ટને કહ્યું કે, તેણે Sunblink Real Estateની સાથે એક ડીલ કરાવવાના બદલામાં વધાવન પાસેથી પાંચ કરોડ રૂપિયા લીધા હતા. ઇડી એનબીએફસી તરફથી 2186 કરોડ રૂપિયાની લોન Sunblink Real Estateને આપવાની પણ તપાસ કરી રહી છે.Enforcement Directorate: ED arrested Kapil Wadhawan, Chairman and Managing Director of Dewan Housing Finance Ltd (DHFL) in connection with a money-laundering probe against dead gangster Iqbal Mirchi and others.
— ANI (@ANI) January 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement